Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

રાજકોટ જિલ્લામાં વધુ ત્રણ પોઝિટિવ કેસ :શહેર - જિલ્લામાં કુલ કેસનો આંક 113

જામકંડોરણાના 10 વર્ષના બાળક, ઉપલેટાના 52 વર્ષીય પુરુષ અને 46 વર્ષના મહિલા સહીત કુલ ત્રણ સંક્રમિત: દ્વારકા જિલ્લાના 60 વર્ષીય પુરુષનો (રાજકોટની ખાનગી હોસ્પિટલમાં) રિપોર્ટ પોઝિટિવ

રાજકોટ : આજે કોરોના શંકાસ્પદના 140 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં 133ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે જયારે ચાર પોઝિટિવ જાહેર થયા છે જયારે ત્રણ સેમ્પલના રિપોર્ટ બાકી છે આમ શહેર - જિલ્લામાં કુલ કેસનો આંક 113 થયો છે

જામકંડોરણાના 10 વર્ષના બાળક, ઉપલેટાના 52 વર્ષીય પુરુષ અને 46 વર્ષના મહિલા સહીત કુલ ત્રણ સંક્રમિત થયા છે તેમજ દ્વારકા જિલ્લાના 60 વર્ષીય પુરુષનો રાજકોટની ખાનગી હોસ્પિટલમાં રહેલ નો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે 

(7:05 pm IST)