Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

મોદી સરકારના નેતૃત્વમાં વિશ્વમાં ભારત દેશ 'શકિતશાળી ન્યુ ઇન્ડિયા' તરીકે ઉભરી આવ્યો

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના શાસનની બીજી ટર્મનું આજે એક વર્ષ પૂર્ણ થતા પદાધિકારીઓએ અભિનંદન પાઠવ્યા

રાજકોટ,તા.૩૦: વિશ્વમાં ભારત દેશનું આગવું સ્થાન ઉભું કરનાર દેશના વડાપ્રધાન માન.નરેન્દ્રભાઈ મોદીના શાસનની બીજી ટર્મનું તા.૩૦મેના રોજ એક વર્ષ પૂર્ણ કરેલ છે જે બદલ મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, તથા દંડક અજયભાઈ પરમાર હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે.

આ અંગે પદાધિકારીઓએ જણાવ્યું હતું કે, મોદી સરકારના નેતૃત્વમાં લેવાયેલા કેટલાક અદ્વિતીય અને અદભુત નિર્ણયોથી વિશ્વમાં ભારત દેશ 'શકિતશાળી ન્યુ ઇન્ડિયા' તરીકે ઉભરી આવ્યો છે, વિશેષમાં પદાધિકારીશ્રીઓએ વધુમાં જણાવ્યું કે, હાલની વર્તમાન સ્થિતિ જોઈએ તો વિશ્વભરમાં કોરોના મહામારીએ કાળો કહેર વર્તાવ્યો છે અને વિશ્વના લગભગ તમામ દેશો તેમાંથી બહાર આવવા ઝઝૂમી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રીશ્રીએ ભારતને આ મહામારીથી બચાવવા એક અડીખમ યોદ્ઘા તરીકેની ભૂમિકા નિભાવી છે. માત્ર એટલું જ નહી ૧૩૦ કરોડથી વધુ દેશવાસીઓને પણ કોરોના યોદ્ઘા તરીકે લડવા જાગૃત કર્યા.

 તેમના આ સમયગાળામાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ -૩૭૦ અને ૩૩૫એ રદ કરવામાં આવી. ત્રિપલ કલાક, રામજન્મભૂમિ, ડિજિટલ ઇન્ડિયા સહિતના અનેક મહત્વપૂર્ણ નિર્ણયો કરી મોદી સરકારે ભારત દેશને મહાસત્ત્।ા બનાવવા તરફ મક્કમ કુચ કરેલી છે. પદાધિકારીઓએ આવા નીડર અને શકિતશાળી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે.

(3:58 pm IST)