Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

અમર લક્ષ્મી ઔદ્યોગિક સેવા સહકારી મંડળીના કર્મચારીને વિદાયમાન

 રાજકોટ : ૮૦ ફુટ રોડ ઉપર સોરઠીયા વાડી પાસે આવેલ અમર લક્ષ્મી ઔદ્યોગિક સેવા સહકારી મંડળી લિ. ૩૩ઙ્ગવર્ષથી કાર્યરત છે. ઔદ્યોગિક એકમોને ધિરાણ કરતી આ મંડળીમાંઙ્ગ શરૂઆતથી જ કલાર્ક તરીકે ફરજ બજાવતા કર્મચારી મિલનભાઈ ચીમનભાઈ મહેતા વયમર્યાદાના કારણે તાજેતરમાંઙ્ગનિવૃત થતાં પ્રવર્તમાન કોરોના અને લોકડાઉન જેવી સ્થિતિઙ્ગવચ્ચે સાદગીપૂર્ણ વિદાય સમારંભ માસ્ક પહેરીનેઙ્ગયોજાયો હતો. મંડળીમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર મિલનભાઈ સરળ અનેઙ્ગમિલનસાર સ્વભાવને કારણે સહુ સભાસદગણ તેમજ કર્મચારીગણઙ્ગઅને મેનેજર પિયુષભાઈ સી. અણદાણી, પ્રમુખ રમેશભાઈઙ્ગ આંબલીયા તેમજ સમગ્ર ડિરેકટર બોડીમાં લોકપ્રિય બન્યા હતા.ઙ્ગતા. ૩૦ના મંડળીના મેનેજર પિયુષભાઈ પટેલનો જન્મદિન પણ હોય, સહકારી ક્ષેત્રે મંડળીનેઙ્ગપ્રગતિને પંથે લઈ જવામાં તેમનું બહુમૂલ્ય યોગદાન રહ્યું છે.ઙ્ગપિયુષભાઈ અણદાણી ૫૪ વર્ષ પૂર્ણ કરી ૫૫ વર્ષમાં પ્રવેશી રહેલઙ્ગછે. તેમના મો. નં. ૯૮૨૪૨ ૬૭૬૬૭ ઉપર શુભકામનાઓ મળીઙ્ગરહેલ છે.

(3:32 pm IST)