Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

ખોડીયારનગર અને જલારામ સોસાયટીમાં પોલીસનો દરોડોઃ જુગાર રમતા ૧પ ઝડપાયા

રાજકોટ તા. ૩૦ : શહેરના ગોંડલ એસ.ટી.વર્કશોપ પાસે ખોડીયારનગરમાં  મકાનમાંથી નવ અને જલારામ સોસાયટીમાંથી છ  શખ્સોને માલવીયાનગર પોલીસે જુગાર રમતા પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સૂચનાથી માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ એન.એન. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.એસ. ચંપાવત, હેડ કોન્સ. ભાવીન ગઢવી, ભાવેશભાઇ ગઢવી, હરપાલસિંહ જાડેજા, રોહીતભાઇ કછોટ, તથા મસરીભાઇ ભેટારીયા સહિત પેટ્રોલીંગમાં હતા, ત્યારે મસરીભાઇ, ભાવેશભાઇ, રોહીતભાઇ તથા હરપાલસિંહને મળેલી બાતમીના આધારે એસ.ટી વર્કશોપ પાસે ખોડીયાનગર શેરી નં. ૧પમાં રહેતા દિલાવર ઇબ્રાહીમભાઇ સમા (ઉ.૩ર) ના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાન માલીક દીલાવર સમા તથા દુધ સાગર રોડ ગંજીવાડાના પંકજ મહાદેવભાઇ ગોસ્વામી (ઉ.૩૪), ખોડીયારનગરના સુલતાન હારૂનભાઇ સવાણ (ઉ.ર૧) મામદ આમલભાઇ સમા (ઉ.૪૯) રહીમ નથુભાઇ ખોખર (ઉ.૪૯) જાકીર મહેબુબભાઇ કુરેશી (ઉ.ર૭), વસીમ મહેબુબભાઇ કુરેશી (ઉ.રર) યાસીન ઇકબાલભાઇ સોલંકી (ઉ.૩૮), ઇસ્માઇલ ઇબ્રાહીમભાઇ સમા (ઉ.૪પ) ને પકડી લઇ રૂ. ૧૦,પ૦૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

જયારે બીજા બનાવમાં જલારામ સોસાયટી શેરી નં.૪માં દરોડો પાડી જુગાર રમતા જલારામ સોસાયટીના ચેતન હેમતભાઇ ચાવડા (ઉ.૩૭) વીનુ મગનભાઇ મીસ્ત્રી (ઉ.૪૯) સંજય રાણાભાઇ ગુજરાતી (ઉ.૪૩પ) એજાગ અહેમદભાઇ સૈયા (ઉ.રપ) શૈલેષ ભીમજીભાઇ કુંભાર (ઉ.૩૦) અને ભરત માવજીભાઇ બારોટ (ઉ.૩પ) ને પકડી લઇ રૂ.૪ર૪૦ ની રોકડ સહિતની મત્તા કબજે કરી હતી.

(2:37 pm IST)