Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

કોઠારીયા ચોકડી પાસે બફના કારખાનામાં આગ ભભૂકી ઉઠતાં બે લાખનું નુકશાન

લોકડાઉનના લીધે કારખાનું બંધ હતું: બફનો કાચોમાલ બળી ગયોઃ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું તારણ

રાજકોટ તા. ૩૦ :.. કોઠારીયા ચોકડી પાસે આવેલ બફના કારખાનામાં આગ લાગતા  ફાયર બ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી.

મળતી વિગત મુજબ કોઠારીયા ચોકડી પાસે લોકડાઉનના કારણે બંધ એન્ટરપ્રાઇઝ નામના બફના કારખાનામાં એકાએક આગ લાગતા કારખાનાની બાજુમાં કરીયાણાની દુકાન ધરાવતા વેપારીએ જાણ કરતા કારખાનાના માલીક અશ્વિનભાઇ રવજીભાઇ રાઠોડે તાકીદે સ્થળ પર પહોંચી ફાયર  બ્રિગેડને જાણ કરી હતી. જાણ થતા ફાયર બ્રિગેડ સ્ટાફ એક ફાયર ફાઇટર સાથે સ્થળ પર પહોંચી બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગ  કારખાનાની અંદર બફના કાચા માલમાં લાગી હતી. આગ શોટ સર્કીટના કારણે લાગી હોવાનું અને તેમાં બે લાખનું નુકશાન થયુ હોવાનું કારખાનાના માલીકે જણાવ્યું હતું.

(2:36 pm IST)