Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

મ.ન.પા.ની ઘોર બેદરકારીઃ લાખો લીટર પાણીનો વેડફાટ : આંદોલનની ચિમકી

એક-દોઢ મહિનાથી દરરોજ સતત ૧૨-૧૪ કલાક સુધી પીવાનું પાણી જાય છે સ્ટોર્મ ડ્રેનેજમાં : સતત રજૂઆતો છતાં આજ સુધી નથી આવ્યો ઉકેલ : વિપક્ષી ઉપનેતા મનસુખભાઇ કાલરીયાનો આક્ષેપ

રાજકોટ તા. ૩૦ : શહેરના વોર્ડ નં. ૧૦નાં કાલાવડ રોડ પર આવેલ આંબેડકરનગર કોર્નર વિસ્તારમાં છેલ્લા એક-દોઢ મહિનાથી દરરોજ સતત ૧૨-૧૪ કલાક સુધી લાઇન લીકેજના કારણે લાખો લીટર પાણીનો વેડફાળ થઇ રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે આ સમસ્યા ઉકેલવા મ્યુ. કોર્પોરેશનના વિપક્ષી નેતા મનસુખભાઇ કાલરિયા દ્વારા માંગ કરવામાં આવી છે અને આ પ્રશ્ન હલ નહિ થાય તો આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

આ અંગે મનસુખભાઇ કાલરીયાએ જણાવ્યું હતું કે, મનપાના તંત્રની બેદરકારીના કારણે આ સમસ્યા એટલી હદે વિકરાળ થઇ ગઇ છે કેઙ્ગ આ લીકેજનુ પાણી શેરી-રસ્તા ઉપર જાય તો દરરોજ નદીઓ વહેતી દેખાય.જેનો કાયમી ઉકેલ લાવવાને બદલે તેના ઉપર ઢાંક પિછોડો કરવા આવા લીકેજીંગના પાણીને ડક લાઇન મારફત એક જગ્યાએ લાવી ત્યાંથી સ્ટોર્મ ડ્રેનેજમાં વહાવી દેવામાં આવે છે. આ રીતે દરરોજના લગભગ ૧૨ થી ૧૪ કલાક ૪'ની લાઇનના ફુલ ફોર્સથી પાણી સતત ડ્રેનેજમાં વહી જાય છે.જે દરરોજનું લાખો લીટર થવા જાય છે.ઙ્ગ

વધુમાં શ્રી કાલરિયાએ જણાવ્યું હતું કે, વિસ્તારના જાગૃત નાગરીકો દ્વારા અનેક વખત કમપ્લેઈન નોંધાવામાં આવેલ છે, કોર્પોરેટર તરીકે મેં પણ ટેલીફોનીક, એસ.એમ.એસ.થી, વોટ્સએપ દ્વારા, વહેતા પાણીના ફોટો, વિડીયો મોકલીને લગત ઈજનેરોનેઙ્ગ રૂબરૂમાં ઉગ્ર રજુઆતો કરેલ છે છતાં અત્યાર સુધી કોઇ જ ઉકેલ આવેલ નથી. શાસકો નર્મદાના નીર બાબતે જશ લેવાની એકપણ તક ચુકતા નથી પણ તંત્રની આવી ઘોર બેદરકારી વખતે કેમ ચુપ છે ?ઙ્ગતેવો સવાલ કારિયાએ કર્યો છે.

આટલા મોટા પાયે થતો પાણીનો બગાડ તાત્કાલીક અટકાવવામાં નહીં આવે તો જાગૃત નાગરીકોને સાથે રાખીઙ્ગ આંદોલન કરવાની ફરજ પડશે. તેમ ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

(3:28 pm IST)