Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

ટ્રાફિક પોલીસને ધોમધખતા તાપમાં છાંયો આપતી ૨૦ છત્રીઓ બેંક તરફથી અપાઇ

એસીપી ચાવડાની રાહબરીમાં ચાર સેકટરમાં લોકડાઉન અંતર્ગત ૩૫૭ વાહનો ડિટેઇન

રાજકોટઃ શહેર ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડ ધોમધખતા તાપમાં પણ ફરજ બજાવે છે. આ સ્ટાફને તડકામાં છાંયડો મળી રહે તે માટે થઇને બેંક ઓફ બરોડના સહયોગથી તાપ સામે રક્ષણ આપતી ૨૦ છત્રીઓ વિનામુલ્યે ફાળવવામાં આવી છે. આવી એક નમુનારૂપ છત્રી ગઇકાલે જીલ્લા પંચાયત અકિલા ચોકમાં મુકવામાં આવી હતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજાની સુચના અને એસીપી ટ્રાફિક બી. એ. ચાવડાની રાહબરી હેઠળ ટ્રાફિક બ્રાંચની ટીમો કોરોનાનું સંક્રમણ અટકે તે માટે લોકડાઉનની કાર્યવાહી પણ સતત કરી રહી છે. ગઇકાલે ચાર સેકટરના પીઆઇ એમ.આર. પરમાર, એમ. ડી. વાળા, બી. ડી. જીલરીયા અને જે. કે. ગઢવીએ અલગ-અલગ પોઇન્ટ પરથી રાતના નવ સુધીમાં ૩૫૭ વાહનો ડિટેઇન કર્યા હતાં. આ તમામે લોકડાઉન સંદર્ભના જાહેરનામાનો ભંગ કર્યો હતો.

(1:02 pm IST)