Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

ટ્રાન્ઝાનીયાથી રાજકોટ આવેલા મોહમદદાનીશ (બુખારી) એ મુંબઇથી રાજકોટ આવતી ફલાઇટના ૧૧૦ મૂસાફરોના જીવ જોખમમાં મૂકી દિધા...

મુંબઇ હેલ્થ ડીપાર્ટમેન્ટના હાથમાંથી છટકયો કઇ રીતેઃ જામનગર-જૂનાગઢ જવું હતું : ફલાઇટમાં પણ કોઇ વિદેશી નાગરીક હોય તો જાણ કરો તેવું એનાઉન્સમેન્ટ થયું છતા આ બૂખારીએ છૂપાવ્યું: મુંબઇથી આવેલા સીસીટીવી કૂટેજ ઉપરથી રાજકોટ પકડાયો...

રાજકોટ તા.૩૦ : મુંબઇ આવેલા ટ્રાન્ઝાનીયાનો નાગરીક એરપોર્ટ પર રહેલા હેલ્થ ડીપાર્ટમેન્ટને ચકમો આપી રાજકોટ પહોંચી ગયો તે મૂસાફરનું નામ મોહમદ દાનીશ (બૂખારી) હોવાનું આજે

એરપોર્ટના ઉચ્ચ સત્તાવાળાઓએ ઉમેયું હતું.

આ સાધનોએ જણાવ્યું હતું કે આ નાગરીકે જાણી જોઇને બધી વિગતો છૂપાવી હતી, મુંબઇના હેલ્થ સત્તાવાળાઓને ચકમો આપી તે ભાગી ગયો અને બાદમાં રાજકોટ આવતી ફલાઇટમાં તે બેસી ગયો.

પરંતુ સવાલ એ છે કે મુંબઇના હેલ્થ સત્તાવાળાઓના હાથમાંથી છટકયો કઇ રીતે અને રાજકોટની ફલાઇટમાં પહોંચી ગયો ત્યાં સૂધી કોઇને જાણ ન થઇ તે પ્રશ્ન થઇ પડયો છે.

જયારે જાણ થઇ ત્યારે મોડૂ થઇ ગયું હતું, કારણ કે ફલાઇટ રાજકોટ આવવા નીકળી પડી હતી, પરીણામે મુંબઇ એરપોર્ટનું તંત્ર ધંધે લાગી ગયું હતું.

રાજકોટના સૂત્રોએ ઉમેર્યું હતું કે આ ટ્રાન્ઝાનીયાના નાગરીક મોહમદ દાનીશ ફલાઇટમાં બેઠો ત્યારે પણ ફલાઇટમાં એનાઉન્સમેન કરાયેલ કે કોઇ વિદેશી નાગરીક હોય તો જાણ કરે, પરંતુ ત્યારે પણ આ શખ્શે વિગતો છૂપાવી હતી. અને મુંબઇથી રાજકોટ આવતા ફલાઇટના અન્ય  ૧૧૦ મૂસાફરો-એરપોર્ટ સ્ટાફ, એરલાઇન્સ સ્ટાફના જીવ જોખમમાં મૂકી દીધા છે.

હાલ તેના મેડીકલ ચેકઅપમાં કોઇ સીમટમ્સ જણાયા નથી, પરંતુ ૧૪ દિવસમાં જો કોરોના પોઝીટીવ જાહેર થાય તો એવા સવાલથી હડકંપ મચી ગયો છે.

આ શખ્શ અંગે મુંબઇથી તુર્તજ સીસીટીવી કેમેરાના કુટેજ રાજકોટ મોકલાયા, તેમાં કાળા કલરનો તેણે શર્ટ પહેર્યો છે. તેવી વીગતો અપાઇ, સીટ નંબર અપાયા,અને પરીણામે રાજકોટ એરપોર્ટ પર જેવો તે ઉતર્યો કે તુર્તજ તેને સાઇડમાં લઇ જઇ કોરોન્ટાઇન કરી લેવાયો હતો, અને તમામ પ્રકારે વોચ રખાઇ રહી છે.

(11:36 am IST)