Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

પ્રજાનો નિર્ણય શિરોમાન્‍ય ડો.દસ્‍તુર માર્ગ રાત્રી બજાર રદ

મ્‍યુ. કમિશ્નરે મોબાઇલ ફુડ માર્કેટની યોજના જાહેર કરેલ પરંતુ સ્‍થાનિકોની રજૂઆતોને ધ્‍યાને લઇ જાહેર હીતમાં નિર્ણય રદઃ નિતીનભાઇ ભારદ્વાજની દરમિયાનગીરીથી વિવાદ ઉકેલાયો

રાજકોટ તા. ૩૦ :.. શહેરનાં હાર્દસમાં વિસ્‍તારમાં ડો. યાજ્ઞિક રોડ અને ટાગોર રોડને જોડતાં ડો. હોમી દસ્‍તુર માર્ગ ઉપર રાત્રી બજાર (મોબાઇલ ફુડ ટ્રક બજાર) ની યોજના સામે સ્‍થાનીક રહેવાસીઓનાં વિરોધને કારણે આ સ્‍થળે રાત્રી બજારનો નિર્ણય રદ કરાયો છે.

આ અંગે ભાજપનાં પ્રદેશ અગ્રણી અને સીનીયર કોર્પોરેટર નિતીનભાઇ ભારદ્વાજે વિગતો આપતાં જણાવ્‍યું હતું કે, ડો. હોમી દસ્‍તુર માર્ગ ઉપર રાત્રી બજારની યોજના બનાવવામાં આવી હતી. પરંતુ આ સ્‍થળે રાત્રી બજારથી ન્‍યુશન્‍સ ફેલાવાનો ભય ઉભો થતાં સ્‍થાનીક રહેવાસીઓ-વેપારીઓએ આ રોડ ઉપર રાત્રી બજાર સામે વિરોધ દર્ર્શાવેલ.

શ્રી ભારદ્વાજે જણાવ્‍યું હતું કે આ બાબતે તંત્ર દ્વારા સ્‍થળ તપાસ અને સર્વે સહિતની કાર્યવાહી હાથ ધરતાં આ રોડ ઉપર રાત્રી બજારથી ન્‍યુશન્‍સ ફેલાવાની ભીતિ હોવાનું તારણ નિકળ્‍યુ હતું.

આથી પ્રજાહીતમાં સ્‍થનીક રહેવાસીઓની લાગણી અને માંગણીને ધ્‍યાને લઇ અને હવે ડો. હોમી દસ્‍તુર માર્ગ ઉપર રાત્રી બજાર નહી બનાવવાનો નિર્ણય લેવાયો છે.

આમ શ્રી ભારદ્વાજની દરમિયાનગીરીથી ‘રાત્રી બજાર' નાં વિવાદનો ઉકેલ આવી ગયો હતો.

શાષાી મેદાનમાં ફરી રાત્રી બજાર

નોંધનીય છે કે વર્ષો અગાઉ શાષાી મેદાનમાં રાત્રી બજાર હતી. તે મુજબ જ હવે ફરીથી શાષાી મેદાનમાં જ રાત્રી બજાર ઉભી થાય તે માટે ગંભીરતાથી વિચારાઇ રહ્યાનું પણ શ્રી ભારદ્વાજે જણાવ્‍યું હતું.

(4:33 pm IST)