Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

કોર્પોરેશનમાં વાયરમેનોની ભરતી

૧૧ માસનાં કરારથી ૧૮ જગ્‍યા ભરવા કાર્યવાહીઃ ૭ જુને વોક ઇન્‍ટરવ્‍યુ

રાજકોટ,તા.૩૦ : મ્‍યુનિ. કોર્પોરેશનાં રોશની વિભાગની લાઇનમેનની ખાલી ૧૮ જગ્‍યા ભરવા કાર્યવાહી હાથ ધરવામાં  આવી છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ મ્‍યુનિ. કોર્પોરેશનાં રોશની વિભાગમાં હાલનાં તબક્કે ૧૨ તથા આગામી સમયમાં ખાલી થનાર ૬ સહિત કુલ ૧૮ લાઇનમેનની જગ્‍યા ભરવા તા.૭ જુનનાં સવારે ૯:૩૦ કલાકે વેસ્‍ટ ઝોન કચેરી ખાતે વોક ઇન્‍ટરવ્‍યુ રાખવામાં આવ્‍યા છે.આ જગ્‍યા ૧૧ માસના કરારથી ભરાશે. રૂા.૧૦ હજારનો ફિકસ પગાર આપવામાં આવશે. 

વધુ માહિતી કોર્પોરેશનની વેબસાઇટ પર ઉપલબ્‍ધ છે.તેમ સુત્રોએ જણાવ્‍યુ હતુ.

(4:32 pm IST)