Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

કાલે નર્મદા કળશ પૂજનવિધિમાં ઉમટી પડજો : નીતિન ભારદ્વાજ

ભાજપ કાર્યાલયે મોહનભાઇ કુંડારીયા, ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિમાં કાર્યકર્તા બેઠક

રાજકોટ : ગુજરાતની પાણીની સમસ્યા હલ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની પારદર્શક, નિર્ણાયક, સંવેદનશીલ અને પ્રગતિશીલ સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં તા. ૧ લી મે-ગુજરાત સ્થાપના દિનથી તા. ૩૧-મે સુધી જળ સંચયના આશયથી સુજલામ સુફલામ જળ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તે ત્યારે આ સુજલાભ-સુફલામ જળ અભિયાનની પૂર્ણાહૂતિ નિમિત્તે રાજયભરમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની રાજય સરકાર દ્વારા રાજયભરમાંૈ નર્મદા કળશપૂજન વિધિ કાર્યક્રમ યોજાવાનો  છે તે અંતર્ગત, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાલે તા. ૩૧ના ગુરૂવારે સવારે ૯ કલાકે શહેરના રાંદરડા તળાવ, પ્રધ્યુમન પાર્ક, ઝુના મેઇન ગેઇટ પાસે કેન્દ્ર સરકારના કૃષિમંત્રી પુરૂષોત્તમભાઇ રૂપાલાના હસ્તે અને સાંસદ મોહનભાઇ કુંડારીયાની પ્રેરક ઉપસ્થિતિમાં નર્મદા કળશ પૂજન વિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમની પૂર્વતૈયારીના ભાગરૂપે શહેર ભાજપ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ અને પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, સાંસદ મોહનભાઇ કુંડારીયા, મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ધારાસભ્ય, ગોવિંદભાઇ  પટેલ, અરવિંદ રૈયાણી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાની ખાસ ઉપસ્થિતિમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં માર્ગદર્શન આપતા નીતિન ભારદ્વાજે નર્મદા કળશ પૂજનવિધિ કાર્યક્રમમાં શહેરના તમામ શ્રેણીના કાર્યકર્તાને બહોળી સંખ્યામાં ઉમટી પડવા, અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં મેયર ડો. જૈમન ઉપાધ્યાયે જળ અભિયાનની માહિતી આપી હતી. બેઠકનું સંચાલન શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, કિશોર રાઠોડે તેમજ અંતમાં આભારવિધિ જીતુ કોઠારીએ કરી હતી. આ બેઠકમાં શહેર ભાજપના હોદેદારો, વોર્ડ પ્રભારી, પ્રમુખ-મહામંત્રી કોર્પોરેટરો, શિક્ષણ સમિતિના સભ્યો, મોરચાના પ્રમુખ -મહામંત્રીઓ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકની સંપૂર્ણ વ્યવસ્થા શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ અને શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષીએ સંભાળી હતી.

(4:08 pm IST)