Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

સાંગણવા ચોકમાં અજાણ્યા પ્રૌઢનું મોત

રાજકોટ તા ૩૦ : સાંગણવા ચોકમાં અજાણ્યા પ્રૌઢનું મોત નિપજયુ હતું મળતી વિગત મુજબ સાંગણવા ચોકમાં બાલાજી સેન્ડવીચ પાસે એક ૫૦ વર્ષના અજાણ્યા પ્રૌઢ બેભાન હાલતમાં પડયો હોવાની જાણ થતા ૧૦૮ ના તબીબે તેને જોઇ તપાસી મોત નિપજયું હોવાનું જાહેર કર્યુ હતું. જાણ કરતા એ ડીવીઝન પોલીસ મથકના હેડ કો)સ. રાજેશભાઇએ સ્થળપર પહોંચી અજાણ્યા પ્રૌઢની લાશને પી.એમ. માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. મૃતક પ્રૌઢે કાળા કલરનું જીન્સ તથા કબુતરી કલરનો શર્ટ પહેરેલ છે તેના જમણા હાથે જયમાતાજી તથા દીલની અંદર અંગ્રેજીમાં 'પી' ત્રોફાવેલ છે. જો કોઇ આ પ્રૌઢનાસગાસબંધી હોઇતો 'એ'ડીવીઝન પોલીસ સ્ટેશન ફોન નંબર ૦૨૮૧-૨૨૨૬૬૫૯ ઉપર સંપર્ક કરવો

(4:04 pm IST)