Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

રાજકોટઃ સીતારામ પાર્કમાં ૯૩ હજારની ચોરી કરનારા ઇમરાન અને ફીરોઝે બે બાઇક પણ ચોર્યા'તા

રાજકોટઃ મોરબી રોડ પર સીતારામ પાર્ક શેરી નં.૨માં રહેતા વકીલ જીતેન્દ્રભાઇ ભગવાનજીભાઇ દેગામા (ઉ.વ.૩૩) ગત તા.૭/૪ના રોજ બે મિત્રો સાથે કામ સબબ અમદાવાદ ગયા હતા અને પરમદિવસે રાત્રે તેઓ ઘરે આવ્યા હતા. ઘરના નીચેના રૂમમાં તાંબુ મારેલ હતું.અને પોતે ઉપરના રૂમમાં સૂઇ ગયા હતા દરમ્યાન તસ્કરોએ નીચેના રૂમનું તાળુ તોડી તીજોરીમાંથી રૂ.૪૮ હજાર રોકડા તથા દાગીના મળી રૂ.૯૩ હજારની મતાની ચોરી ગયા હતા. આ અંગે ગઇ કાલે બી ડીવીઝન પોલીસ કમિશ્નનરની સૂચનાથી બી ડીવીઝન પોલીસ મથકના પીઆઇ.આર.એસ.ઠાકરના માર્ગદર્શન હેઠળથી એસઆઇ આર.એસ. પટેલ, એએસઆઇ મહેશગીરી ગોસ્વામી, હેડ કોન્સ વિરમભાઇ ધગલ, એચ.એમ.ઝાલા, એભલભાઇ, અજીતભાઇ કિરણભાઇ તથા મહેશભાઇ ચાવડા સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે વીરમભાઇ, હીતુભા, એભલભાઇ અને અજીતભાઇને મળેલી બાતમીના આધારે ભગવતીપરા, બદરી પાર્ક પાસેથી, જામનગર રોડ પરાપીપળીયા ૨પ વારીયા કવાર્ટરનો ઇમરાન ઉર્ફે મુકેશ યુસુફભાઇ કસાઇ (ઉ.વ.૨૨) અને નાના મવા સર્કલ પાસે આવાસ યોજના કવાર્ટર બ્લોક નં.૩ કવાર્ટર નં.૧પપ૪નો ફીરોઝ હાજીભાઇ સુમરા (ઉ.વ.૧૯) ને ચોરાઉ દાગીના સાથે પકડી લઇ પૂછપરછ કરતા બંનેએ સીતારામ પાર્કમાં વકીલના ઘરમાં ચોરી કર્યાની કબુલાત આપી હતી. બંનેની વધુ પૂછપરછ કરતા જૂનાગઢની અને ભકિતનગર વિસ્તારમાં બોમ્બે હોટલ પાસેથી બે બાઇક ચોરી કર્યાની કબુલાત આપતા બંને બાઇક કબજે કર્યા હતાં.

(3:51 pm IST)