Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

રાજકોટ જિલ્લા પંચાયત કર્મચારી મંડળીની અવિરત પ્રગતિઃ વિતેલા વર્ષમાં નફો રૂા.૪ લાખ

સાધારણ સભામાં માહિતી આપતા પ્રમુખ એચ.એલ.જાડેજા

રાજકોટ જિલ્લા પંચાયત કર્મચારી સહકારી મંડળીની સાધારણ સભાને પ્રમુખ એચ.એલ.જાડેજા (પંચાયત પ્રમુખના પી.એ.) એ સંબોધેલ તે પ્રસંગની તસ્‍વીરમાં સાથે મંડળીના હોદેદારો ઉપસ્‍થિત છે.

રાજકોટ, તા., ૩૦: જિલ્લા પંચાયત કર્મચારી શરાફી સહકારી મંડળી લી.ની વાર્ષિક સાધારણ સભા ગયા શનિવારે પંચાયત સભાખંડમાં મળેલ. જેમાં પ્રમુખ એચ.એલ. જાડેજાએ વિતેલા વર્ષની સિધ્‍ધીનું સરવૈયુ રજુ કર્યુ હતું.

પ્રમુખ એચ. એલ. જાડેજાએ જણાવ્‍યુ હતું કે મંડળીએ ર૦૧૭-૧૮ ના વર્ષમાં રૂા. ૪,૦પ,૧૯૪ નફો કરેલ છે. તે જ રીતે શેર ભંડોળ ૧૩,૦૮,૭૮૦ ફરજીયાત બચત ૧,૮૮,૭૬,૭૯૮ સભાસદ સહાય થાપણના રૂા. ૩૦,પ૦,૦૦૦ અને અનામત ભંડોળ રૂા. ૩૮,૦૧,ર૩૪, થવા જાય છે.

સભાસદ સહાયક ફંડમાંથી ગત વર્ષ દરમ્‍યાન નિવૃત થયેલ ૩૧ કર્મચારીઓને કુલ રૂા. ર,૭૬,૦૦૦, નિવૃત સન્‍માન ચુકવવામાં આવેલ છે. ગત વર્ષ અવસાન પામેલા ૩ સભાસદના વારસદારને રૂા. ર,૦૦,૦૦૦ લેખે કુલ રૂા. ૬,૦૦,૦૦૦ મૃત્‍યુ સહાયની રકમ ચુકવેલ છે. નિવૃત થતા પ્રત્‍યેક કર્મચારીને રૂા. ૧ર હજાર નિવૃતિ સન્‍માન અપાય છે.

ફરજીયાત બચતને લઇને સામાન્‍ય ધિરાણમાં વધારો કરવા છતાં વધુને વધુ સભ્‍યોને લોન માટેની માંગણીઓ સ્‍વીકારી શકશું જે આપણું મુળ ધ્‍યેય નફા કરતા જરૂરીયાતવાળા સભ્‍યોને તેમની આકસ્‍મિક આર્થિક મુશ્‍કેલીના સમયે સમયસર ધિરાણ આપીને ઉપયોગી થવાનું છે. વર્ષ ર૦૧૭-૧૮ ના અંતે ધિરાણની રકમ રૂા. ર,૭૭,૩૮,૦૭૦ થવા પામેલ છે. લોન માત્ર ૯ ટકા વ્‍યાજે આપવામાં આવે છે. મંડળીની પ્રગતિમાં અધિકારીઓ, પદાધિકારીઓ અને સભ્‍યો સહયોગી બન્‍યા છે.

મંડળીના પ્રમુખ તરીકે એચ. એલ. જાડેજા, ઉપપ્રમુખ આર. બી. વ્‍યાસ, કારોબારી સભ્‍યો  તરીકે એ. બી. રાતડીયા, ઉર્મીબેન કાસાણી, એન. ડી. રાખશીયા, પી.એન. ઝાલા, જે. એચ. ગોહેલ, કે. સી. સરતેજા, કે. આર. ભટ્ટી, સેવા આપી રહ્યા છે. મંડળીએ સ્‍થાપનાના પંચાવનમાં વર્ષમાં ગૌરવાભેર પ્રવેશ કર્યો છે.

(3:42 pm IST)
  • ચિદમ્બરમ્ ધ્રુજયા : ધરપકડના ડરથી આગોતરા જામીન અરજી કરી access_time 11:46 am IST

  • હિલ સ્ટેશન સિમલામાં અભૂતપૂર્વ પાણીની સમસ્યા :છેલ્લા કેટલાય દિવસોથી આંદોલન કરતા લોકો ફરી રસ્તામાં ઉતર્યા :પાણીની તંગીને કારણે 30 રેસ્ટોરન્ટ બંધ :નપા અને સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ; રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યું :નળને બદલે ટેંકરોથી પાણીનું વિતરણ :કાળાબજારી અને તંત્રની બેદરકારી સામે લોક રોષ access_time 1:38 am IST

  • કૈરાના,ભંડાર-ગોંદિયા અને નાગાલેન્ડના 123 બુથો પર મતદાન :યુપીના કૈરાના અને મહારાષ્ટ્રના ભંડારા ગોંદિયા અને નાગાલેન્ડની એક લોકસભા સીટ પર આજે બુધવારે મતદાન ;આ બેઠક પર 28મીએ પેટ ચૂંટણી કરાવાય હતી પરંતુ ત્રણ સીટના કેટલાક બુથ પર મતદાન થશે access_time 1:19 am IST