Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

વ્‍યસન છોડવા માંગો છો?: કાલે નિઃશુલ્‍ક દવા અપાશે

વ્‍યસન મુકત સમાજ અને શહેર મહિલા પોલીસ સ્‍ટેશનના ઉપક્રમે કાર્યક્રમ

રાજકોટ, તા. ૩૦ : વ્‍યસનમુકિત અભિયાન અંતર્ગત આવતીકાલે તા.૩૧ને ગુરૂવારે વિશ્વ તમાકુ મુકત દિવસ નિમિતે સવારે ૮ થી બપોરે ૧ સુધી મહિલા પોલીસ સ્‍ટેશન ખાતે વ્‍યસન મુકિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં પાન - ફાકી, બીડી, સિગારેટ, તમાકુ, ગુટખા, દારૂ, ચરસ, ગાંજો, અફીણ જેવા તમામ વ્‍યસનો છોડવા માટેની નિઃશુલ્‍ક દવા અને સમજણ આપવામાં આવશે.

આ કાર્યક્રમમાં મહિલા પોલીસ સ્‍ટેશનના પી.આઈ. પી. બી. શાપર તેમજ વ્‍યસનમુકત સમાજના લાલજીભાઈ વાડોલીયા, અજયભાઈ આર. વાડોલીયા (૮૦૦૦૦ ૬૪૬૪૬), નીતીનભાઈ વાડેલીયા, દિપકભાઈ સંચાણીયા, નેમીષભાઈ શાહ, રવિભાઈ અજમેરીયા, ઈમ્‍તિયાઝભાઈ સુમરા, સુરજીતભાઈ સિંઘ તેમજ પોપટભાઈ મોઢવાડીયા - જામનગર - ૯૪૨૭૨ ૨૭૨૧૭, મુળુભાઈ સીડા - પોરબંદર - ૮૮૪૯૧ ૧૪૦૮૬, નિમાવતબાપુ - જૂનાગઢ - ૯૪૨૯૩ ૨૦૩૦૯, લાલજીભાઈ વાડોલીયા - મુંબઈ - ૮૮૬૮૪ ૮૮૮૪૯ જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(3:39 pm IST)