Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

ચાર બાળકો ઇકરા, ખુશી, આર્યન અને અઝાને રાખ્‍યું રોજુ

રાજકોટઃ પવિત્ર રમઝાન માસમાં મુસ્‍લિમ સમાજ દ્વારા રોજા રાખી અલ્લાહની બંદગી કરવામાં આવે છે. નાના-મોટા સોૈ કોઇ રોજા રાખે છે. જુનાગઢના ડુંગરપુરમાં રહેતાં ઇકરા ગુલાબભાઇ કુરેશી (ઉ.૧૦), ખુશી આશીફભાઇ કુરેશી (ઉ.૫), આર્યન ઇરફાનભાઇ કુરેશી (ઉ.૯) અને અઝાન ઇરફાનભાઇ કુરેશી (ઉ.૭)એ પણ નાની ઉમરે રોજા રાખી બંદગી કરી હતી. આખો દિવસ અન્‍ન-પાણીથી દુર રહી નમાઝ પઢી દેશમાં ભાઇચારો અને એકતા જળવાઇ રહે તે માટે બંદગી કરી હતી. તસ્‍વીરમાં બાળ રોજદાર જોઇ શકાય છે.

(4:53 pm IST)