Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

મુખ્યમંત્રી વિજયભાઇના બંગલે નાની અમરેલીની યુવતિ આત્મવિલોપન કરશે તેવી ચિમકીથી બંદોબસ્ત

રાજકોટઃ પડધરીના નાની અમરેલી ગામે રહેતી હેતલબેન રમેશ મકવાણાએ પાંચ દિવસ પહેલા રૂરલ એસપીશ્રીને લેખિત અરજી કરી પોતાના પતિ રમેશ રાણાભાઇ મકવાણા પર ૧૯મીએ ગ્રામજનોએ તલવાર-ધોકા-પાઇપથી હુમલો કરી ઇજા કર્યાની અને આ મામલે ફરિયાદમાં જે નામ લખાવ્યા તેના આરોપી તરીકે નામ નહિ લખાયાનો આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ હેતલબેને આ બાબતે પોલીસ કાયદેસરની કાર્યવાહી નહિ કરે તો પોતે ૩૦મીએ સવારે રાજકોટ ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના બંગલે આત્મવિલોપન કરશે તેવી ચિમકી ઉચ્ચારી રજૂઆત કરી હતી. આ સંદર્ભે બે દિવસ પહેલા પડધરી પોલીસે તેની સામે અટકાયતી પગલા પણ લીધા હતાં. આજે ચિમકીના પગલે ક્રાઇમ બ્રાંચ, ગાંધીગ્રામ પોલીસ, યુનિવર્સિટી પોલીસ અને હથીયારધારી જવાનોનો બંદોબસ્ત મુખ્યમંત્રીશ્રીના બંગલે ગોઠવી દેવામાં આવ્યો છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(12:06 pm IST)