Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

જળ સંચય અભિયાનના મીઠા પરીણામો ચોમાસુ બેસતા જ મળવા લાગશે : રાજુ ધ્રુવ

લોકોના શ્રમદાન અને નાના મોટા ધંધાર્થીઓ, ઉદ્યોગપતિઓ, સામાજીક, શૈક્ષણિક સંસ્થાઓના સહયોગથી મીશન પુર્ણતાના આરે

રાજકોટ, તા. ૩૦ : ગુજરાત સ્થાપના દિનથી ગુજરાતભરમાં રાજય સરકાર અને પ્રજાની સંયુકત ભાગીદારીમાં શરૂ થયેલું એક માસનું શ્નસુજલામ સુફલામ જળસંચય અભિયાનપૂર્ણાહુતિના આરે પહોંચ્યું છે ત્યારે ભાજપના અગ્રણી રાજુભાઈ ધ્રુવે તેને દેશનું સૌથી મોટું, અનોખું અને અભૂતપૂર્વ જળસંચય અભિયાન ગણાવ્યું છે.

તેમણે જણાવ્યું છે કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના દૂરંદેશીભર્યા આયોજન, નિરીક્ષણ તેમજ સીધા માર્ગદર્શન હેઠળ શરૂ થયેલા આ મહા જળસંચય અભિયાનને ગુજરાતભરની પ્રજાએ અભૂતપૂર્વ આવકાર આપ્યો છે એટલું જ નહીં, સાચા અર્થમાં રાજયના દરેક વર્ગના લોકોએ આ વિરાટ કાર્યને વધાવી લઇ તન, મન, ધનથી સહયોગ આપ્યો છે. સરકારનું કોઈપણ કાર્ય વિરાટ જનઆંદોલનમાં પલટાઈ જાય ત્યારે કેવું સુખદ પરિણામ આપે છે તેનું ઉત્તમ દ્રષ્ટાંત ગુજરાતે જળસંચય અભિયાન દ્વારા પુરૂ પાડી સમગ્ર દેશને નવો રાહ ચીંધ્યો છે.

   દુનિયાભરમાં મીઠા પાણીના  સ્ત્રોતો ઝડપભેર ખૂટી રહ્યા છે ત્યારે પાણીના એક એક ટીપાને ઈશ્વરનો પ્રસાદ ગણવાની વેળાં આવી છે. પાણીનું એક ટીપું પણ વેડફાય નહિ તે માટે સતત સભાન અને સક્રિય થવાના આ સમયમાં વરસાદી પાણીનો જમીનમાં સંગ્રહ કરવા અને ભાવિ પેઢીને જળ સમૃધ્ધિનો વારસો આપવાની સહુકોઈની જવાબદારી છે.

આ મહાઅભિયાનમાં સમાજના શ્રેષ્ઠીઓ, ધંધાર્થીઓ અને ઉદ્યોગપતિઓએ આર્થિક સહયોગ આપ્યો છે. સ્વૈચ્છિક, સામાજિક, ધાર્મિક તેમજ શૈક્ષણિક સંસ્થાઓ આયોજનમાં સક્રિયપણે સહભાગી થઈ અને વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો સહિત સમાજના દરેક વર્ગના લોકોએ નિૅંસ્વાર્થભાવે શ્રમદાન કરતા સફળતા પુરવાર થઇ છે.

રાજયભરમાં નદી, નાળાં, તળાવો, સરોવરો અને કૂવાઓની સફાઈ તેમજ ઊંડા ઉતારવાનો જે ભગીરથ પુરુષાર્થ કર્યો છે તેના પરિણામે, આગામી ચોમાસામાં ગુજરાતમાં ૧૧૦ કરોડ ઘનફૂટથી વધુ વરસાદી પાણીનો સંગ્રહ થશે. તેવો વિશ્વાસ રાજુભાઈ ધ્રુવે વ્યકત કર્યો છે.

ગામેગામ નદીઓના ઓવારા સાફ કરવામાં આવી રહ્યા છે અને શુધ્ધિકરણ કરવામાં આવી રહ્યું છે. ૧૩ હજાર જેટલા ચેકડેમો, તળાવો ઊંડાં કરવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકાર આ જળસંચય અભિયાન આગામી ત્રણ વર્ષ સુધી દર ચોમાસા પહેલાં જરૂર જણાય તે દરેક સ્થળે લોક-સહયોગ સાથે હાથ ધરવાની છે.

નિવેદનમાં વધુમાં રાજુભાઇએ જણાવાયું છે કે, ગુજરાતની પ્રજાના પાણી પ્રશ્નના કાયમી ઉકેલ માટે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નર્મદા યોજના, સૌની યોજના સહિત અનેકવિધ યોજનાઓ હાથ ધરી અને પૂર્ણતાના આરે પહોંચાડી હતી તેના અનુસંધાને વર્તમાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની નિર્ણાયક અને ફાસ્ટ-ટ્રેક સરકારે જળસંચય માટે પરિણામલક્ષી નિર્ણય લીધા અને ત્વરિત અમલ કર્યો છે. પરિણામ-સ્વરૂપ, આજે ગુજરાતમાં ન ભૂતો, ન ભવિષ્યતિ એવી જનચેતના જાગી છે. હોવાનું રાજુભાઇ ધ્રુવ (મો.૯૪૨૬૭ ૧૯૫૫૫) એ અંતમાં જણાવેલ છે.

(11:55 am IST)