Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

કુવાડવા પાસે 'હીટ એન્ડ રન': રોડ ક્રોસ કરતી વખતે જૂનાગઢના નિવૃત એસટી કંડકટરનું મોત

બાબુભાઇ વાઘેલા જુનાગઢ પેન્સન લઇને પરત આવ્યા'ને કાળ ભેટી ગયોઃ પાંચ વર્ષથી ગુરૂદત ગીરનારી આશ્રમમાં રહી સેવા પુજા કરતા'તા

રાજકોટ તા. ૩૦ : કુવાડવા રોડ જી.આઇ.ડી.સી.વીરલ વેબ્રીજ સામે રોડ ક્રોસ કરતી વખતે અજાણ્યા વાહને ઠોકર મારતા જુનાગઢના નિવૃત એસ.ટી.ના કંડકટરનું મોત નિપજાવી વાહન ચાલક વાહન લઇ ભાગી જતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ જુનાગઢના વતની અને છેલ્લા પાંચ વર્ષથી કુવાડવા જી.આઇ.ડી.સી. પાસે ગુરૂદત્ત ગીરનારી આશ્રમમાં રહીને સેવાપુજા કરતા એસ.ટી.ના નિવૃત કંડકટર બાબુભાઇ જેરામભાઇ વાઘેલા (ઉ.૭પ) ગઇકાલે પોતાનું પેન્સન લેવા માટે જુનાગઢ ગયા હતા અને જુનાગઢથી પરત આવ્યા ત્યારે તેઓ કુવાડવા જીઆઇડીસી પાસે વીરલ વે બ્રીજની સામે રોડક્રોસ કરતા હતા ત્યારે કોઇ વાહનના ચાલકે વૃધ્ધને ઠોકર મારી પોતાનું વાહન લઇ ભાગી ગયો હતો. બાબુભાઇનું સ્થળ પર મોત નિપજયું હતું.બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને નાસી જનાર વાહન નંબર જીજે.૩ એઝેડ-૯૧૭૦ હોવાનું જાણવા મળ્યું હતું આ બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકના પી.એસ.આઇ. પી.સી.મોલીયા તથા હેડ કોન્સ્ટેબલ હમીરભાઇએ સ્થળ પર પહોંચી કુવાડવાના અમૃતભાઇ દાનાભાઇ ચાવડા (ઉ.પ૩) ની ફરીયાદ પરથી જીજે-૩ એઝેડ-૯૧૭૦ નંબરના વાહન ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે. મૃતક બાબુભાઇને સંતાનમાં ત્રણ પૂત્રી અને એક પુત્ર છે.

(11:52 am IST)
  • દિગ્વિજયસિંહ કેજરીવાલના માર્ગે, માનહાનિ કેસમાં નીતિન ગડકરીની માંગી માફી : નીતિન ગડકરીને ભાજપના અધ્યક્ષ બનાવાયા ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, ગડકરી નેતાથી વધુ ઉદ્યોગપતિ છે. access_time 5:38 am IST

  • આજે કર્ણાટક ચૂંટણીના ૧૬ દિવસ બાદ પહેલી વખત પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો આવ્યો : દેશભરમાં આશરે પેટ્રોલમાં ૬૦ પૈસા અને ડીઝલમાં 56 પૈસા પ્રતિ લીટર નો ભાવ ઘટાડો થયો છે. access_time 9:06 am IST

  • ચિદમ્બરમ્ ધ્રુજયા : ધરપકડના ડરથી આગોતરા જામીન અરજી કરી access_time 11:46 am IST