Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

ભાજપ દ્વારા ચાલી રહેલ વેકસીનેશન કેમ્પ સહિતના સેવાકાર્યો અંગે માર્ગદર્શન આપતા પ્રમુખ કમલેશ મિરાણી

શહેર ભાજપના નવનિયુકત પ્રભારી વિનોદભાઇ ચાવડા અને ઝવેરીભાઇ ઠકરારની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ : દરેક કાર્યકર્તા લોકોમાં જાગૃતિ ફેલાવે અને 'મારૂ બુથ કોરોનામુકત-વેકસીનયુકત અભિયાન'ને સાકાર કરી વિવિધ સેવાકાર્યો થકી સારા વાતાવરણનું નિર્માણ કરી લોકસેવામાં સહભાગી થાય : વિનોદભાઇ ચાવડા, ઝવેરીભાઇ ઠકરાર, ભરતભાઇ બોઘરા

રાજકોટ તા. ૩૦ : વર્તમાન સમયમાં કોરોના મહામારીના સંજોગોમાં કોરોના દર્દીઓને તેમજ તેમના પરિવારજનોને મદદરૂપ થવા માટે  ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ સેવાકાર્યો કાર્યરત છે, તેમજ આગામી સમયમાં ૧૮ વર્ષથી વધુ ઉમરના વ્યકિતઓને  પણ સરકાર દ્વારા નિઃશુલ્ક રસીકરણ યોજાનાર છે ત્યારે  ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ જીલ્લા– મહાનગરમાં ચાલી રહેલ સેવાકાર્યો– વેકસીનેસન કાર્યક્રમને વેગવંતુ બનાવવા માટે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલની સૂચના મુજબ પ્રદેશ ભાજપ  ઘ્વારા રાજયના વિવિધ જીલ્લા– મહાનગરના સંગઠનના પ્રભારીઓની વરણી કરવામાં આવેલ છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી, રાજકોટ મહાનગર સંગઠનના પ્રભારી વિનોદભાઈ ચાવડા અને ઝવેરીભાઈ ઠકરારની ઉપસ્થિતિમાં અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અઘ્યક્ષતામાં તેમજ પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ભરતભાઈ બોઘરા, નિતીન ભારઘ્વાજ, મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ગોવીંદભાઈ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, બીનાબેન આચાર્ય, કશ્યપ શુકલ ની ઉપસ્થિતિમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં કમલેશ મિરાણીએ રાજકોટ મહાનગરમાં સાંસદો, ધારાસભ્યો તેમજ પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ  દ્વારા તમામ વોર્ડમાં ચાલી રહેલ માસ્ક વિતરણ, કોરોના દર્દીઓના પરીવારોને રાશન – ભોજન વિતરણ, ટેસ્ટીંગ બુથ પર પીવાના પાણીની વ્યવસ્થા, બ્લડ ડોનેશન કેમ્પ, પ્લાઝમા ડોનેટ, જરૂરીયાતમંદ દર્દીઓને ઓકસીજન સીલીન્ડર તેમજ ઓકસીજન કીટનું નિઃશુલ્ક વિતરણ, ઓકસીજન પ્લાન્ટની વ્યવસ્થા, હોમ આઈસોલેશન બેડની વ્યવસ્થા જેવા   વિવિધ સેવાકાર્યો  અને રસીકરણ અભિયાનની માહિતી પુરી પાડી હતી, તેમજ આગામી સમયમાં પાર્ટી દ્વારા થનાર સેવાકાર્યો અને વેકસીનેસન કેમ્પ અંગે થનારા આયોજનની રૂપરેખા રજુ કરી હતી. આ બેઠકમાં વિનોદભાઈ ચાવડા, ઝવેરીભાઈ ઠકરાર અને ભરતભાઈ બોઘરા એ જણાવેલ કે હાલ કોરોના સંક્રમણ વધી રહયુ હોય, દર્દી તેમજ તેમના પરીવારજનોને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તેમજ આગામી સમયમાં સરકારશ્રી તરફથી ૧૮

વર્ષથી વધુ વયના લોકોને વેકસીન આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે ત્યારે વધુને વધુ લોકો વેકસીન લઈ કોરોના સામે રક્ષણ પ્રાપ્ત કરે તે માટે  પાર્ટીનો કાર્યકર્તા લોકોમાં જાગૃતી ફેલાવે અને ભમારૂ બુથ કોરોનામુકત– વેકસીનયુકત અભિયાનભ ને સાકાર કરે. તેમજ હોસ્પિટલના દર્દી– દર્દીના પરીવારજનો, ડોકટર, મેડીકલ સ્ટાફ, પેરામેડીકલ સ્ટાફ, માટે ભોજન સહીતની વ્યવસ્થા કરી સારા વાતાવરણનું નિર્માણ કરવું, તેમજ બ્લડ ડોનેશન કેમ્પ, પ્લાઝમા ડોનેશન વગેરેની બ્લડ ગ્રુપની માહિતી એકત્રીત કરી જરૂરીયાતમંદોને મદદરૂપ થવા યુવા મોરચાના કાર્યકર્તાઓ સંકલનની કામગીરી થાય, વરીષ્ઠ નાગરીકોને દવા, રસી, ભોજન, અન્ય સહાય માટે પોતાના વિસ્તારમાં સંપર્કમાં રહે. તેમજ બુથ સ્તરે માસ્ક, સેનેટાઈઝર, ઉકાળા  વિતરણની કામગીરી વેગવંતી બનાવવી, તેમજ જરૂરીયાતમંદ દર્દી– પરીવારજનોને ચા–નાસ્તો, ભોજન, રાશનની વ્યવસ્થા સંભાળવા સહીતનું માર્ગદર્શન પુરૂ પાડેલ હતું.

(4:07 pm IST)