Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

રવિવારે વિશ્વ હાસ્ય દિવસ નિમિતે

ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે હાસ્ય ધ્યાન, સક્રિય ધ્યાનની ઓશો દ્વારા હિન્દી, અંગ્રેજીમાં સમજણ આપતી વિડિયો ડી.વી.ડી.દર્શાવાશે

ફકત સક્રીય ધ્યાનના મેમ્બરો માટે સવારે પ-૪પ થી ૭-૩૦ દરમ્યાન હાસ્ય ધ્યાન, સક્રિય ધ્યાન,ની ડી.વી.ડી. દર્શાવવામાં આવશે ફકત સંધ્યા સત્સંગના મેમ્બરો માટે સાંજના ૬-૪પ થી ૭-૩૦ દરમ્યાન હાસ્ય ધ્યાન અને સંધ્યા ધ્યાન સરકારની ગાઇડ લાઇન અનુસાર કાર્યક્રમ

રાજકોટ તા. ૩૦ : ઓશોના સૂત્ર ઉત્સવ આમાર જાતી આનંદ આમાર ગોત્રને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબીરો ઓશો સાહિત્ય પ્રદેશનો ઓશો સંન્યાશ ઉત્સ્વ ભજન-કિર્તન-ગીતસંગીત-વિવિધ સંમપ્રદાયના ઉત્સવો વિશ્વ દિવસ વગેરે રાજકોટમાં ર૪ કલાક ઓશો કાર્યથી ધમધમતું વિશ્વનું એક માત્ર ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર પર નીયમીત છેલ્લા ૩પ વર્ષથી અવાર નવાર ઉજવવામાં આવે છે. જેનું સંચાલન સ્વામિ સત્યપ્રકાશ કરી રહ્યા છે.

આગામી તા.ર ને રવિવારના રોજ વિશ્વ હાસ્ય દિવસ નિમિતે હરસાલની માફક ઓશો સત્યપ્રકાશ દ્વારા મંદિર પર વિશ્વ હાસ્ય દિવસ ઉજવવામાં આવે છે જેના અનુસંધાને ર ગ્રુપમાં હાસ્ય દિવસ ઉજવવામાં આવશે પહેલુ ગ્રુપ સવારે પ-૪પ થી ૭-૩૦ દરમ્યાન હાસ્ય ધ્યાન સંક્રીય ધ્યાન સક્રિય ધ્યાનની ડીવીડી. દર્શાવવામાં આવશે બીજુ ગ્રુપ સંધ્યા સત્સંગના સભ્યોનું આયોજન સરકારી ગાઇડ લાઇન અનુસાર કરવામાં આવેલ છે.

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, ર્  વિવેકાનંદ ઓવરબ્રીજની બાજુમાં ૪, વૈદ્યવાડી 'ડી' માર્ટની પાછળની શેરી રાજકોટ,

વિશેષ માહિત સ્વામિ સત્યપ્રકાશ -૯૪ર૭ર પ૪ર૭૬ સંજીવ રાઠોડ ૯૪ર૪૮ ૮૬૦૭૦

(4:06 pm IST)