Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

કોરોના રસી અવશ્ય મુકાવો : નંદન કુરીયર દ્વારા મેસેજ કેમ્પેઇન દ્વારા લોક જાગૃતિ અભિયાન

રાજકોટ તા. ૩૦ : કોરોના મહામારી   સામે રક્ષણ મેળવવા ભારત સરકાર દ્વારા રસીકરણ અભિયાન હાથ ધરાયુ છે. ત્યારે દેશની જાણીતી કુરીયર સર્વીસ કંપની નંદન કુરીયર દ્વારા પણ રસીકરણ બાબતે લોક જાગૃત અભિયાન હાથ ધરાયુ છે. કંપની મોબાઇલ મેસેજ દ્વારા લોકોને રસી અવશ્ય મુકાવવા જાગૃત કરી રહી છે.

કન્સાઇનમેન્ટના નંબર પર આવા મેસેજ કરીને કોરોના રસીથી રક્ષણ મેળવવા સૌને સભાન કરવામાં આવી રહ્યા છે. નંદન કુરીયર સર્વીસ દ્વારા ખાસ રવિવારે પણ ગુજરાતમાં બ્રાંચો ખુલ્લી રાખી દવા-મેડીકલ સાધનો પહોંચતા કરવા પ્રાધાન્ય આપવામાં આવી રહ્યુ છે.

સાત વર્ષના ટુંકાગાળામાં દેશમાં ૭૫૦ બ્રાન્ચો ધરાવતી નંદન કુરીયર સર્વીસ દ્વારા સરકારની ગાઇડ લાઇનને અનુસરીને તમામ સેવાઓ અપાઇ રહી છે. વર્ષોવર્ષ ટર્નઓવર વિસ્તરણ કરતી આ કંપનીએ એમિનન્સ, સીએસઆર એકસલન્સ અને ગુજરાત બ્રાંડ લીડરશીપ સહીતના અનેક એવોર્ડ પણ હાંસલ કર્યા છે.

(4:04 pm IST)