Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

કોરોનાની ગંભીર અસર

રાજકોટ માર્કેટ યાર્ડમાં શાકભાજીની આવકમાં ૫૦%નો ઘટાડો : ખેડૂતો આવતા નથી : રાત્રી કર્ફયુ કારણભૂત

રાત્રી કર્ફયુને કારણે હોટલ - રેસ્ટોરન્ટ - ખાણીપીણીની બજારો બંધ થતા શાકભાજીની આવક ઘટી

રાજકોટ તા. ૩૦ : કોરોનાની ગંભીર અસરને કારણે રાજકોટ માર્કેટ યાર્ડ બપોરે ૨ વાગ્યે બંધ થઇ જતું હોય અને રાત્રે ૮ વાગ્યાથી કર્ફયુ શરૂ થઇ જતો હોય શાકભાજીની આવકમાં મોટું ગાબડુ પડયાનું આજે જાણવા મળ્યું હતું.

સાધનોના જણાવ્યા મુજબ મીની લોકડાઉનને કારણે ખેડૂતોએ આવવાનું બંધ કરી દેતા રાજકોટ માર્કેટ યાર્ડમાં શાકભાજીની આવકમાં ૫૦ ટકાનો જબરો ઘટાડો નોંધાયો છે.

અધુરામાં પુરૂ રાજકોટમાં રાત્રી કર્ફયુ હોય હોટલ - રેસ્ટોરા તથા ખાણીપીણીની બજારો બંધ થતા શાકભાજીની માંગ ઘટતા અને ખેડૂતો વેચાણ અર્થે ન આવતા આવકમાં ઘટાડો નોંધાયો છે.  માર્કેટ યાર્ડના સૂત્રોએ ઉમેર્યું હતું કે, યાર્ડના એક વર્ષના ઇતિહાસમાં આ પહેલી વખત એવું બન્યું છે કે, આવકમાં ૫૦ ટકાનો ઘટાડો નોંધાયો છે, આવું ચાલ્યું તો ભાવો આસમાને જઇ શકે છે.

(3:21 pm IST)