Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

'હોસ્પિટલ ઓન વ્હીલ્સ' કન્સેપ્ટ પર વિચારાય તો દર્દી અને ડોકટર બન્ને માટે રાહતરૂપ બની રહે

રાજકોટના યુવા ઇન્ટીરીયર આર્કિટેકટ દીપ સાતાનો વિચાર માંગી લેતો પ્રસ્તાવ

રાજકોટ તા. ૩૦ : કોરોનાએ તેજ ગીત પકડી છે. સતત કેશ વધતા હોસ્પટલોમાં બેડ ન મળવાની પરિસ્થિતિ સર્જાઇ છે. ત્યારે કામચલાઉ હરતી ફરતી હોસ્પિટલ સુવિધા ઉભી કરી શકાય તેવું થ્રીડી પ્રોટોટાઇપ મોડેલ અને વર્કીંગ ડ્રોઇંગ રાજકોટના યુવા ઇન્ટીરીયર આર્કિટેક દીપ સાતાએ તૈયાર કરેલ છે.

તેઓએ જણાવ્યા મુજબ આ મોડેલ એવી રીતે ડીઝાઇન કરવામાં આવ્યુ છે કે દર્દીને સારવાર દરમિયાન કુદરતી સુર્યપ્રકાશ મળી રહે છે. અંદર બેઝીક તમામ સાધન સામગ્રી જેમ કે ઓકિસજન, એર બેડ, ફર્સ્ટ એડ કીટ, બાટલા ચડાવવાની સુવિધા, લાઇટ, પંખો બધુ જ ઉપલબ્ધ. દર્દીને સંપૂર્ણ આરામ મળી શકે તેવી આ હરતા ફરતા બેડ સાથેની નાનકડી હોસ્પિટલ વિષે કોઇ આગળ આવે તો કલ્પના સાકાર થઇ શકે તેમ હોવાનું દીપ સાતાએ જણાવ્યુ છે.

હાલ એમ્બ્યુલન્સ માટે પણ લાંબુ વેઇટીંગ હોય છે. હોસ્પિટલોમાં બેડ મળતી નથી. ત્યારે આવી હરતી ફરતી હોસ્પિટલ ઓન વ્હીલ્સ વિકસાવવામાં આવે તો દર્દી અને ડોકટરો માટે આસાન બની રહેશે. વળી આવી હરતી ફરતી હોસ્પિટલને ટુ વ્હીલર, થ્રી વ્હીલર કે ફોર વ્હીલર સાથે જોડીને ગમે ત્યાં સ્થળાંતર પણ કરી શકાય છે. માત્ર રૂ. ૨૫ થી ૩૦ હજારમાં આવી હોસ્પીટલ ઓન વ્હીલ્સ તૈયાર થઇ શકે છે. તેમ પોતાની પરીકલ્પનાઓ રજુ કરતા દીપ સાતા (મો.૮૭૩૨૯ ૯૯૯૯૮) એ જણાવેલ છે.

(2:51 pm IST)