Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

ગૌશાળા-પાંજરાપોળોને સરકાર સબસીડી ફાળવે : ગીરીશભાઇ શાહ

વેપારીઓના ધંધા રોજગાર બંધ થતા દાનની આવક ઘટી ગઇ હોય

રાજકોટ તા. ૩૦ : રાજયની રજીસ્ટર્ડ તમામ ગૌશાળા, પાંજરાપોળોના આશરે ૪ લાખ જેટલા પશુઓ માટે રાજય સરકાર દ્વારા પશુ દીઠ રોજની મીનીમમ રૂ.૫૦ લેખે સબસીડી જાહેર કરવામાં આવે તેવી સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ગીરીશભાઇ શાહે સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ માંગણી કરી છે.

તેઓએ જણાવ્યુ છે કે કોરોના મહામારીના સંજોગોમાં ગૌશાળા-પાંજરાપોળોમાં પશુધનનું ભરણ પોષણ વિકટ બન્યુ છે. માત્ર દાનની આવક પર નિભાવ થતો હોય છે. પરંતુ હાલ ધંધા રોજગાર બંધ હોય દાનની આવકો ઘટી ગઇ છે.

આવા સંજોગોમાં સરકાર સહાનુભૂતિપૂર્વક વિચારી રાજયની તમામ ગૌશાળા-પાંજરાપોળોને મીનીમમ રૂ.૫૦ દૈનિક કાયમી સબસીડી જાહેર કરે તેવી અંતમાં ગીરીશભાઇ શાહએ માંગણી ઉઠાવી છે.

(2:51 pm IST)