Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

બુધવારથી રાજકોટ - સમસ્તીપુર સુધી સ્પેશ્યલ ટ્રેન દોડવા લાગશે

કાલથી ટિકિટ બુકિંગઃ મુસાફરોને કોવિડ -૧૯ની સંબંધિત તમામ ધોરણો અને એસ.ઓ.પી.નું પાલન કરવા રેલ્વે તંત્રની અપીલ

રાજકોટ,તા.૩૦:  પશ્યિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટથી સમસ્તિપુર માટે ૦૫ મે અને સમસ્તીપુર જંકશનથી ૦૮ મે ના   રોજ એક ખાસ ટ્રેન દોડાવવામાં આવશે. 

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ  અભિનવ જેફે જણાવ્યું હતું કે આ ટ્રેન સંપૂર્ણ રીતે અનામત રહેશે અને વિશેષ ભાડા સાથે દોડશે. ટ્રેન નંબર ૦૯૫૨૧ રાજકોટ-સમસ્તીપુર જંકશન સ્પેશિયલ રાજકોટથી ૫ મે ને બુધવારે સવારે ૧૧વાગ્યે દોડશે અને શુક્રવારે સવારે ૬ વાગ્યે સમસ્તીપુર જંકશન પહોંચશે.  બદલામાં, ટ્રેન નંબર ૦૯૫૨૨ સમસ્તીપુર જંકશન-રાજકોટ સ્પેશિયલ સમસ્તપુર જંકશનથી તા.૮ને શનિવારે સવારે ૬:૨૦ વાગ્યે ઉપડશે અને સોમવારે ૦૩.૦૫ વાગ્યે રાજકોટ પહોંચશે.

 આ ટ્રેન બંને દિશામાં અમદાવાદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગડા, કોટા, સવાઈમાધપુર, ભરતપુર, અચનેરા, મથુરા, હાથરસ સિટી, કાસગંજ, ફરરૂખાબાદ, કન્નૌજ, કાનપુર સેન્ટ્રલ,  બારાબંકી, ગોંડા, બસ્તી, ગોરખપુર, દેવરિયા સદર, સીવાન, છાપરા, હાજીપુર અને મુઝફફરપુર સ્ટેશનો પર રોકાશે.

આ વિશેષ ટ્રેનમાં સેકન્ડ એસી, સ્લીપર અને જનરલ કલાસના આરક્ષિત કોચ રહેશે.  આ ટ્રેન ખાસ ભાડુ સાથે દોડશે.  ટ્રેન નંબર ૦૯૫૨૧ માં ટિકિટનું બુકિંગ ૦૧ મે થી નામાંકિત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસીની વેબસાઇટ પર ખુલશે.

  પશ્ચિમ રેલ્વેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન કોવિડ -૧૯ થી સંબંધિત તમામ ધોરણો અને એસ.ઓ.પી.નું પાલન કરવા રેલ્વે તંત્રએ અપિલ કરી છે.

(2:50 pm IST)