Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

શરીરની બળતરાથી કંટાળી કુલસુમબેને ગળાફાંસો ખાધો

અંકુર સોસાયટીમાં બનાવઃ બહેન જોઇ જતાં જીવ બચી ગયો

રાજકોટ તા. ૩૦: દૂધ સાગર રોડ પર શાબીર એપાર્ટમેન્ટમાં રહેતાં કુલસુમબેન મજીદભાઇ પરમાર (ઉ.૫૦)એ રાત્રીના કોઠારીયા રોડ ભવાની ચોક પાસે અંકુર સોસાયટીમાં રહેતાં પોતાના મોટા બહેન રાબુબેન હાજીભાઇ પરમારના ઘરે પંખામાં ઓઢણી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં મોટા બહેન જોઇ જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં જીવ બચી ગયો હતો. કુલસુમબેન ગઇકાલે જ પોતાના ઘરેથી મોટા બહેનના ઘરે આટો મારવા આવ્યા હતાં અને રોકાઇ ગયા હતાં. પોતાને શરીરમાં બળતરા થતી હોઇ કંટાળીને આ પગલુ ભર્યાનું કહ્યું હતું. હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારા અને ધર્મેશભાઇ ડાંગરે ભકિતનગર પોલીસને જાણ કરી હતી.

(3:25 pm IST)