Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

કોઠારીયા-શાપર-વેરાવળ-વાવડી બાદ માધાપરમાં પણ ભૂમાફીયાઓ બેફામઃસર્વે નં.૧૧૧માં સરકારી જમીનો ઉપર મકાનો ખડકાઇ ગયા...

મકાનો બનાવી વેચવાનું કારસ્તાનઃ માધાપર ગ્રામ પંચાયત નજીક જ દબાણો થયાની રાવ...

રાજકોટ તા. ર૯ :.. તાજેતરમાં શાપર - વેરાવળ, કોઠારીયા, વાવડીમાં જમીન દબાણકારો બેફામ બન્યાની ફરીયાદો બાદ હવે માધાપર સર્વે નં. ૧૧૧ માં ભૂમાફીયાઓ બેફામ બન્યાની ફરીયાદ ઇશ્વરીયા મહાદેવ પાર્કમાં રહેતા જગદીશભાઇ તેરૈયાએ ફરીયાદો કરી છે, અને સરકારી જમીનમાં મકાનો બનાવી વેચવાનું કારસ્તાન ચાલતુ હોવાની રાવ કરી છે.

ફરીયાદમાં ઉમેરાયું છે કે, માધાપર સર્વે નં. ૧૧૧ માં સરકારી માલીકીની જમીનમાં તેમજ સર્વે નંબર ૧૧૧ માં ૬ર માં તત્કાલીન કલેકટરશ્રીએ હરરાજીમાં ફાળવેલ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને હરરાજીમાં ફાળવેલ જગ્યા તે બાબતે હરરાજીમાં લેનાર આસામીઓને પ્રીમીયમ ભરવા તાકીદ કરાયેલ.

રાજય સરકારે માધાપરની સરકારી જમીન સર્વે નં. ૧૧૧ માં પ૬૧૦ ચો. મી. જમીન ફાળવેલ રૂ. ૧૩ ના પ્રતિ ભાવથી સરકારે એજન્સીને ફાળવેલ હતી.

આ બાબતે નવી-જૂની શરત બાબતનું પ્રકરણ રાજકોટ કલેકટરશ્રી પાસે આવતા તત્કાલીન પ્રાંત અધિકારીશ્રી દ્વારા સુપ્રીમ કોર્ટ સુધી આ પ્રકરણ લઇ ગયેલ હોય અને તે બાબતે રાજય સરકારશ્રીની ફેવરમાં ચૂકાદો આવેલ હોય અને આ જગ્યા સરકારશ્રી એ ખાલસા કરેલ હતી.

અત્યારે સરકારની માલીકીની હોય તે જગ્યા જામનગર રોડ ઉપર જતા ઇશ્વરીયા મહાદેવ મંદિર મેઇન રોડ ઉપર માધાપર ગ્રામ પંચાયતથી તદન નજીક આ જગ્યા આવેલી હોય અને  તેમાં ભૂમાફીયાઓ ગેરકાયદેસર કબજા કરી અને સરકારની માલીકીની જગ્યામાં મકાનો બનાવીને કબજા કરીને ગેરકાયદેસર પ્રવૃતિઓ ચલાવી રહ્યાછે અને તેમાં માધાપર ગ્રામ પંચાયતના એક જવાબદારની આ પ્રકરણમાં સંડોવણી હોય અને તમામ આ અંગે જાણતા હોય છતાં કોઇપણ પ્રકારની કાર્યવાહી થતી નથી. આપ કલેકટરશ્રી, તાકીદે સરકારી મીલ્કતની બારોબાર વેચાણ થઇ રહેલુ છે તે બાબતે કાયદેસરની કાર્યવાહી કરી ભૂમાફિઓ વિરૂદ્ધ સખ્તમાં સખ્ત પગલા લ્યો તેવી વિનંતિ છે. 

(3:37 pm IST)