Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

મુખ્યમંત્રી રાહત ફંડમાં સફાઇ કામદારો એક દિવસનો પગાર આપી માનવતા મહેકાવશે

જાગૃતિ મંડળે મ્યુ કમિશનરને વ્યવસ્થા ગોઠવવા કરાઇ રજુઆત

રાજકોટ, તા. ૩૦ : વર્તમાન કોરોના સંક્રમણને રોકવા સરકાર અને લોકો બનતા તમામ પ્રયત્નો કરી રહ્યા છે. જેમાં સમાજના અનેક લોકો ફંડ-ફાળો-શ્રમદાન, ચીજવસ્તુઓ સહિતનો સહયોગ આપી રહ્યા છે ત્યારે લોકોના આરોગ્ય સુખાકારી માટે સફાઇની સૌથી મહત્વની જવાબદારી સાથે શ્રમદાન આપી રહેલા  સફાઇ કામદારોએ પણ પોતાનો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવાનો નિર્ણય લઇ માનવતા મહેકાવી છે.

આ અંગે સફાઇ કામદાર જાગૃતિ મંડળના હોદેદાર ભરતભાઇ બારૈયાએ મ્યુ. કમિશનરશ્રીને વ્યવસ્થા ગોઠવા કરેલી રજુઆતમાં જણાવેલ છે કે સમગ્ર દેશમાં મહામારી કોરાના વાઇરસની અસર દૂર કરવા દેશ, સરકાર, તંત્ર, ખડેપગે રહી આરોગ્ય સેવાઓ તેમજ જનતાને અનાજ, શાકભાજી ગરીબોને ફૂડ પેકેટ પહોંચાડયા છે.

ત્યારે વાલ્મીકી સમાજના સફાઇ સૈનિકો ગુજરાત સરકારને મુખ્યમંત્રીના રાહત ફંડમાં વોર્ડ નં. ૧થી ૧૮ના કાયમી સફાઇ કામદારો અને સફાઇ સહાય (ફીકસ પગાર) કામદાર પોતાનો સ્વેચ્છા ૧ (એક) દિવસનો પગાર આપી તંત્રને મદદરૂપ થવા ઇચ્છે છે.  આથી મંડળ વતી મુખ્યમંત્રીના રાહત ફંડમાં વોર્ડ નં.૧થી ૧૮ના કાયમી સફાઇ કામદાર અને સફાઇ સહાયક કામદાર સ્વેચ્છાએ ૧ (એક) દિવસનો પગાર (રોજ) જમા કરાવવા તેમજ મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં વોર્ડ ૧ થી ૧૮ના કાયમી સફાઇ કામદાર તેમજ સફાઇ સહાય કામદારનું ૧(એક) દિવસનું રોજ (પગાર) જમા કરાવો તેની રાહત ફંડની પહોંચ આપવા રજુઆત કરાઇ છે.

(4:23 pm IST)