Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

લોકડાઉનની સ્થિતિમાં ગાયત્રીબા દ્વારા નાગરિકોને મદદરૂપ થવા વિડીયો કોન્ફરન્સથી વિગતો મેળવાઇ

રાજકોટ : વર્તમાન લોકડાઉનની સ્થિતિમાં પ્રજાને થતી મુશ્કેલીઓ નિવારવા માટે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ અને વોર્ડ નં. ૩ના કોર્પોરેટર ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા સતત પ્રયત્નશીલ છે. આ માટે તેઓએ સરકારની ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન કરી ઘેર બેઠા જ પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ સાથે વિડીયો કોન્ફરન્સથી વિગતો મેળવી અને વ્યવસ્થા ગોઠવી હતી તે વખતની તસ્વીર. કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો આગેવાનો દ્વારા એ.આઇ.સી.સી.ના સેક્રેટરી અને ગુજરાત કોંંગ્રેસના પ્રભારી રાજીવ સાતવજી પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડા, અર્જુનભાઇ મોઢવાડીયા, શકિતસિંહ ગોહિલ, વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણી સહિતના નેતાઓએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કરી એવા કાર્યોની વિગતો જાણી સોશ્યલ ડિસ્ટન્સ જાળવી કાર્યકરોને ગ્રાઉન્ડ લેવલે કામ કરવા અને બધા જ કોંંગ્રેસના આગેવાનો - કાર્યકરો એકબીજાના સંપર્કમાં રહી કામગીરી કરવા અને સતત લોકોને મદદરૂપ થવા જણાવેલ હતું.

(4:10 pm IST)