Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

લોકડાઉનમાં એસઓજીની ટીમે અને તાલુકા પોલીસે ઝુપડપટ્ટીમાં ૧૦૦થી વધુ પરિવારોને અનાજની કીટ અપાઇ

રાજકોટઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે તંત્ર દ્વારા અનેકવિધ પગલા લેવાઇ રહ્યા છે. ત્યારે ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારોને કામ ધંધો બંધ હોવાથી તે બાબતને ધ્યાને લઇને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમલ, ડીસીપી રવીમોહન સૈની, મનોહરસિંહ જાડેજાએ લોકડાઉનના પગલે કોઇ ગરીબ માણસો ભુખ્યા ન રહે તે બાબતનું ધ્યાન રાખવાની સૂચનાથી એસીપી આર.વાય.રાવલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એમ.એસ.અંસારી, કોન્સ જીતુભા ઝાલા, ફીરોઝ રાઠોડ, વિજેન્દ્રસિંહ ઝાલા, અઝરૂદીનભાઇ બુખારી તથા પદુભા ગોહીલ તથા મમતા ગૃપના સભ્યો અને સામાજીક અગ્રણી કલાણીભાઇ ભગત તથા પરેશભાઇ ડોડીયા સહિતે ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ પુનીતનગર પાીણીના ટાંકા પાસે ઝુંપડપટ્ટીમાં રહેતા ૧૦૦ જેટલા ગરીબ પરિવારોને અનાજની કીટ વિતરણ કરવામાં આવી હતી. અને લોકડાઉન ચાલુ રહે ત્યાં સુધી મમતા ગૃપના સભ્યો દ્વારા આ વિસ્તારમાં લોકો ભુખ્યા ન રહે તે બાબતની દેખરેખ રાખવામાં આવશે. તેમજ એસીપી જે.એસ.ગેડમ, જયદીપસિંહ સરવૈયા તથા તાલુકા પોલીસ મથકના પીઆઇ જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.ડી.ડામોર સહિતના સ્ટાફે તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ઝુપડપટ્ટીમાં રહેતા પરપ્રાંતીય મજુરોને રાશન કીટ હેલ્થ કીટ અને માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા.

(4:04 pm IST)