Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

મંત્રોચ્ચાર કરો, મન પ્રફુલ્લિત બનાવો

શું મંત્રોચ્ચારમાં છે કોરોનાનો ઉપાય, ચાલો જાણીએ : હવે મેડીકલ રીસર્ચ સાથે જોડાયેલી સંસ્થાઓ અને તબીબો પણ મંત્રોની શકિતને અજમાવી રહ્યા છેઃ ઁનું ઉચ્ચારણ, મહામૃત્યુંજય જાપ, ગાયત્રી મંત્ર, હનુમાન ચાલીસા પાઠ વિ. પણ ઘરબેઠે કરી શકાય

રાજકોટ : હાલ વિશ્વને મહામારીએ ભરડો લીધો છે. ભૂતકાળમાં પણ આવી ઘણી મહામારીઓ આવી હશે પણ એ સમયે ઋષીમુનીઓએ મંત્રોચ્ચાર ની દૈવી શકિત દ્વારા તેમજ વનસ્પતિ શાસ્ત્ર મુજબ આવી અનેક મહામારીઓને મહાત આપી છે ત્યારે પ્રશ્ન એ થાય કે શું વેદ-પુરાણોએ આપેલ મંત્રોચ્ચારમાં કોરોના જેવી મહામારીનો ઉપચાર રહેલો છે?

કહેવાય છે કે ધર્મ અને વિજ્ઞાન બંને એકબીજા સાથે જોડાયેલા એ વિશે દ્યણીવાર દલીલો સાંભળી છે. જોકે ધર્મ અલગ રસ્તે જાય છે અને વિજ્ઞાન અલગ રસ્તે. બંનેની થિયરી અલગ છે. જો કોઇ વ્યકિત ગંભીર બીમારીથી પીડિત છે કે આવી કોરોના જેવી મહામારી આવે છે તો તે વ્યકિતને બચાવવા તમે શું કરો? સૌ પહેલા તેને ડોકટર પાસે લઇ જાવ અને ખુબ ગંભીર હાલાતમાં તમે ભગવાનને પણ પ્રાર્થના કરો. જરૂર પડે તમે કયારેક મંત્રોચ્ચાર, યજ્ઞ, હવન પણ કર્યા હશે. આવું બધાજ ઘરમાં બને છે. કારણ આપણા સ્વજનના જીવન માટે ડોકટર પાસે જઇએ છીએ સાથે ઇશ્વરને પણ યાદ કરીએ છીએ અને એટલે જ ઘણીવાર તમે સાંભળ્યું હશે કે, દિલથી કરેલી પ્રાર્થનામાં ખુબ તાકાત હોય છે. હવે મેડિકલ રીસર્ચ સાથે જોડાયેલી સંસ્થાઓ અને તબીબો પણ મંત્રો ની શકિતને અજમાવી રહ્યા છે

એક ઉદાહરણ આપુ તો, થોડા સમય પહેલા સમાચારોમાં પ્રકાશીત થયેલ એક રીપોર્ટ મુજબ દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પીટલમાં ડોકટરો 'મહામૃત્યુંજય' મંત્ર જાપની દર્દીઓ પર કેવી અસર થાય છે તે તપાસી રહ્યા છે. જે લોકો પર આ રીસર્ચ કરાય છે તે ૪૦ બ્રેઇન ઇન્જરી ના દર્દીઓ છે. જેમાં ૨૦-૨૦ ના બે સમુહમાં વહેંચવામાં આવ્યા. જેમાં એક સમૂહને 'મહામૃત્યુંજય' મંત્ર સંભળાવાયો જયારે બીજા સમૂહને આ મંત્ર ન સંભળાવાયો. મંત્ર હોસ્પીટલથી ૧૩ કિલોમીટર દુર સંસ્કૃત વિદ્યાપીઠમાં થયો. તે માટે દર્દીઓના પરિવારજનો પાસે પંડિતોએ સંકલ્પ કરાવ્યો. યોગ્ય પધ્ધતિથી અને ઉચ્ચારણોથી 'મહામૃત્યુંજય' મંત્ર જાપ કરવાથી ૨૦ માંથી ૧૮ દર્દીઓને બચાવી લેવાયા. અને જે દર્દી માટે આ મંત્ર નહોતો કરાયો તેમાં કોઇ સુધારો દેખાયો નહીં. ઋષી માર્કંન્ડેય દ્વારા રચીત મૃત્યુને જીતનાર મંત્ર 'મહામૃત્યુંજય' થી અકાલ મૃત્યુનો ભય રહેતો નથી. તેને ત્ર્યંબકં મંત્ર, રૂદ્ર મંત્ર અને મોક્ષ સંજીવની મંત્ર પણ કહે છે. ઋગવેદના ૭ માં અધ્યાય, યજુર્વેદના ત્રીજા અધ્યાય અને અથર્વવેદના ચૌદમાં છંદમાં આ મંત્રનું વિવરણ મળે છે. ઋષીઓએ 'મહામૃત્યુંજય' મંત્ર ને વેદોનું હૃદય પણ કહ્યું છે. તબીબો એવું જાણવા માંગે છે કે મંત્રોનો કોઇ વૈજ્ઞાનિક આધાર છે કે નહીં? ભારત સરકારની સૌથી મોટી મેડિકલ રીસર્ચ સંસ્થા ઇન્ડિયન કાઉન્સીલ ફોર મેડિકલ રીસર્ચ દ્વારા આ અભ્યાસને ફંડ કર્યો છે. આ સ્ટડી ત્રણ વર્ષ માટે કરાઇ રહી છે જેમાંથી દોઢ વર્ષથી વધુનો સમય પુર્ણ થઇ ચૂકયો છે.

આ ઉદાહરણ પરથી હવે પ્રશ્ન એ થાય કે જો બ્રેઇન ઇન્જરી જેવી ગંભીર બાબતમાં જયારે દર્દી કોમા માં હોય ત્યારે યોગ્ય રીતે કરવામાં આવેલ મંત્રોચ્ચાર તેના પર અસર કરે તો શું આજે દુનિયામાં ફેલાયેલી મહામારીની નેગેટીવ અસરને આવા કોઇ મંત્રો થી દુર ન કરી શકાય? તેનો જવાબ આપણા વેદોમાં સમાયેલો છે જ. બસ યોગ્ય જવાબ શોધવો જરૂરી છે. આપણે યોગ્ય પધ્ધતિથી, યોગ્ય લયમાં શુધ્ધ ભાવ અને મનથી મંત્રોચ્ચાર કરીએ તો સો ટકા કોરોના જેવી નેગેટીવ અસર ને મંત્રોની પોઝીટીવ શકિત પરાસ્ત કરી શકે છે.

મંત્રોચ્ચાર, મંત્રના રટણ–પઠનથી વ્યકિતની તમામ આંતરિક શકતીઓ પ્રગટ થાય છે. મન્ત્રોચ્ચાર વ્યકતીને અગમ્ય, અગાધ શકતી પુરી પાડે છે. પુરી સભાનતાથી એકશ્વાસે મન્ત્ર ભણવામાં આવે તો વ્યકિતનું ચીત્ત્। પરમ આનંદ અનુભવે છે અને પરમ તત્વ સાથે એકાગ્રતા અનુભવે છે. અલબત્ત્। એ સાવધાની રાખવાની જરુર છે કે, જો આ મન્ત્રોનું પઠન પુરી તૈયારી તેમ જ ઈચ્છા વગર અને સાવ પ્રતિકૂળ પરીસ્થિતીમાં, ગમે તે રીતે બોલીને, ખોટા ઉચ્ચારોથી કરવામાં આવે તો તન તેમ જ મન બન્ને ઉપર વિપરીત–નુકસાનકારક અસરો ઉપજે છે. સુન્દર, લયબદ્ઘ ગીત સાંભળવાથી તમારું ચીત્ત્। એકચીત્ત્। અને પ્રફુલ્લીત બને છે. તેમ તમે મન્ત્રોચ્ચાર સાંભળો અને વાતાવરણ સાથે એકાકાર થઈ જીવો, તો મન્ત્રની લાભદાયી અસરો સાંભળનારને પણ થાય છે.

જેમકે ગાયત્રી મહામંત્ર સર્વવિદિત છે. આ વિશે વૈજ્ઞાનિકોએ ગહન અનુસંધાન કર્યા છે અને શોધ્યું છે કે ગાયત્રી મંત્રોચ્ચારથી ધ્યાનની ગહેરાઇમાં મન ને પ્રવેશ કરવાનો અવસર મળે છે. જેનાથી અસાધારણ શારીરિક, માનસિક ક્ષમતા પ્રાપ્ત થાય છે. આરોગ્ય પ્રાપ્તિ અને રોગમુકિત મળે છે.

મંત્રોમાં શ્રદ્ઘા ઉપજે તે માટે ધર્મપુરુષોએ મન્ત્રોચ્ચારના ફાયદા ગણાવ્યા છે. (૧) ચીંતા, તનાવ, અવસાદને દ્યટાડે છે. (૨) મગજમાં સ્રાવોનો પ્રવાહ વધે છે. (૩) કુમળી લાગણીઓ પ્રગટાવે, ઉપજાવે છે. (૪) રોગપ્રતીકારક શકતીને વેગ આપે છે. (૫) મુકત રીતે ફરી શકાય છે, માનસીક હળવાશ અનુભવવાથી આંતરીક વીચારશકતી માટે દ્વાર ખોલે છે. (૬) તેજસ્વીતા વધારે છે. (૭) શકતીમાં ઉર્જાનો વધારો કરે છે. આપણે પણ સૌ કોઇ સાથે મળી દરેક ધર્મને અનુંસરી પોતાના કૂળ દેવતા - કૂળ દેવી નું ધ્યાન ધરી યોગ્ય પધ્ધતિથી મંત્રોચ્ચાર દ્વારા આ કોરોના જેવી બીમારીને મહાત આપી શકવામાં સમર્થ બની શકીએ તેવા પ્રયત્નો તો કરવા જ જોઇએ.

આપણે પણ ઁનું ઉચ્ચારણ, મહામૃત્યુંજય મંત્ર, ગાયત્રી મંત્ર, શ્રી હનુમાન ચાલીસા, શ્રી હનુમાન બાણ, શ્રી હનુમાનષ્ટ્ક, અનેક રોગોમાં ઉપયોગી વિવિધ બીજ મંત્રો, કલીં મંત્રો, ઋગવેદ-અથર્વવેદ-યજુર્વેદ-સામવેદ માં આપેલ મંત્રો વગેરેનો યોગ્ય પધ્ધતિથી જપ કરી આ મહામારીને મહાત આપવાનો પ્રયત્ન કરવો જરુરી છે. ધર્મગુરૂઓ, પ્રકાંડ પંડિતો, આચાર્યો પણ આવી વિકટ પરિસ્થિમાં આપણને યોગ્ય મંત્રોચ્ચારનો રસ્તો બતાવે કે આપણા દેશ અને આ દુનિયા માટે મંત્રોચ્ચારની ઉર્જા ફેલાવે તો ઇશ્વર કરે આ મહામારીને કમસે કમ દુર તો હડસેલી જ શકાય. ઘણા લોકો કહેશે કે, માત્ર કોઈક પ્રકારના શબ્દો બોલવાથી, રટવાથી જો પરીણામો આવતાં હોય તો, આપણે મહેનત કરવાની શી જરુર છે? મહામૃત્યુંજયમન્ત્ર પાઠથી મૃત્યુ ઠેલાતું હોય તો, હોસ્પીટલમાં શા માટે જવું? હનુમાન ચાલીસાથી કેસ જીતાતો હોય તો, કોર્ટ, કચેરીમાં શા માટે જવું? વકીલને ફીનાં નાણાં શા માટે આપવાં? ભગવાનનું નામ લખવાથી પાસ થવાતું હોય તો વાંચવાની મહેનત કરવાની શી જરૂર? પરંતુ આપણે પ્રમાણિક પણે મંત્રો, પાઠ, પૂજાના, અર્થસહિત, વીવેકી, સંયમી બની કર્મકાંડો સાથે પ્રામાણિક પણે મહેનત કરવાની જરૂર હોય છે. જયાં સુધી કોઇ પણ કર્મ કે કાર્ય નો પોતાની જાતને અનુભૂતિ ના આપે ત્યાં સુધી સઘળુ ધૂળધાણી થઇ જાય છે. માટે ખૂદ અમલ કરો અનુભવ કેળવો ને આગળ વધો. આપણે સામાન્ય પણે વ્યવહારમાં બોલતાં હોય છીએ કે મન હોય તો માળવે જવાય. શ્રદ્ઘા, વિશ્વાસ, પ્રેમ, ધૈર્ય, આનંદ, વિવેક, સંયમ, નિર્મંમ, જેવા ગુણો ના વિકાસ થી જ આગળ વધાય બાકી આપણે સૌ જયાં છીએ ત્યાં જ બરાબર.

પ્રશાંત બક્ષી મો. ૭૯૯૦૫ ૫૮૪૬૯

(4:02 pm IST)