Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

રાજકોટના ત્રણેય ધારાસભ્યો ૧-૧ લાખ આપશેઃ સિવિલમાં એમ્બ્યુલન્સ માટે ગ્રાન્ટ ફાળવશે

કુલ ૪૫ લાખ આપશે ગોવિંદભાઈ - અરવિંદભાઈ - લાખાભાઈ

રાજકોટ, તા. ૩૦ : કોરોનાના કહેર સામે લડવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની અપીલને ધ્યાને લઈને રાજકોટના ત્રણે ધારાસભ્યો શ્રી ગોવિંદભાઈ પટેલ, શ્રી અરવિંદભાઈ રૈયાણી અને શ્રી લાખાભાઈ સાગઠીયા એક એક લાખનો ચેક મુખ્યમંત્રીની સહાયતા નીધિમાં અર્પણ કરશે.

આ ઉપરાંત રાજકોટ સિવિલ હોસ્પિટલની સેવાઓને ધ્યાને લઈને પોતાની ગ્રાન્ટમાંથી એક એક એમ્બ્યુલન્સ સિવિલ હોસ્પિટલમાં ખરીદવા માટે પંદર પંદર લાખ એમ કુલ મળીને રૂપિયા ૪૫ લાખ અર્પણ કરશે.

રાજકોટની ગુંદાવાડી ખાતે ચાલતી પદ્મકુંવરબા હોસ્પિટલમાં પણ એક એમ્બ્યુલન્સ કાર ગોવિંદભાઈ તેમની ગ્રાન્ટમાંથી આપવા માટેનો પત્ર હોસ્પિટલના સુપ્રિટન્ટને અર્પણ કરશે. બહારના રાજયોના મજૂરો તેમજ ગોધરા બાજુના મજૂરોને પણ છેલ્લા ત્રણ દિવસથી રસ્તા ઉપર આવી ગયેલાને જરૂર મુજબ વ્યવસ્થા કરવામાં પણ સહભાગી બની રહ્યા છે.

ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, શ્રી અરવિંદભાઈ રૈાણી તથા શ્રી લાખાભાઈ સાગઠીયાએ દરેક નાગરીક પોતે પણ આ યજ્ઞમાં ફુલ નહિં તો ફુલની પાંખડી આપીને આવેલી આ આપત્તિમાંથી બહાર નીકળવા સહયોગ આપવા અપીલ કરી છે.

(4:00 pm IST)