Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

પાસ કઢાવવા કલેકટર કચેરી - પ્રાંત કચેરીએ લોકોના ટોળા : પાસ કાઢવાનું બંધ કરી દેવાયુ : મીસ યુઝ થયે પાસ કેન્સલ કરાશે : મજૂરો બહાર ન નીકળે

આવશ્યક ચીજવસ્તુ માટે સેલટેક્ષની ટીમો ઉતારાઇ : એડી. કલેકટર સાથે વાતચીત

રાજકોટ : રાજકોટ નવી કલેકટર કચેરી જનસેવા કેન્દ્ર તથા મામલતદાર કચેરી - પ્રાંત કચેરી ખાતે વિવિધ પ્રકારના પાસ માટે આજે પણ લોકોના ટોળા ઉમટતા અને ૩૪૦૦થી વધુ પાસ શહેર - જિલ્લામાં અપાયા હોય કલેકટરની સૂચનાથી પાસ બંધ કરી દેવાયા છે, નવી કલેકટર કચેરી ખાતે બપોરે ૨ વાગ્યે જનસેવા કેન્દ્ર કે જ્યાં પાસ નીકળતા હતા તે દરવાજો બંધ કરાયો છતાં બહાર લોકો લાઇનમાં ઉભા છે. જુની - નવી કલેકટર કચેરી બંને ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે, જૂની કલેકટર કચેરી ખાતેથી તો લોકોને હાંકી કઢાયા છે, પરંતુ નવી કલેકટર કચેરી ખાતે હજુ લોકો ઉભા છે. દરમિયાન એડી. કલેકટરશ્રી પરિમલ પંડયાએ કહ્યું હતું કે, જેમણે પાસ જે પરપઝ માટે કઢાવ્યો છે, ત્યાં રેન્ડમલી ચેકીંગ શરૂ કરાયું છે, અને પાસનો મીસ યુઝ થયે પાસ કેન્સલ કરાશે, તેમણે મજૂરોને બહાર ન નીકળવા અને જ્યાં છો ત્યાં બધી વ્યવસ્થા થશે તેવી અપીલ કરી હતી. શ્રી પંડયાએ જણાવ્યું હતું કે, આવશ્યક ચીજવસ્તુ માટે પુરવઠો જળવાઇ રહે તે માટે સેલટેક્ષની ટીમો ઉતારાઇ છે, ચેકીંગના આદેશો કરાયા છે, જિલ્લામાંથી હવે એકપણ હિજરત નહી થવા દેવાય. હાલ ખાસ કરીને બીજા જિલ્લામાંથી તેડવા અંગે ડીમાન્ડ થઇ રહી છે, જે અંગે સરકારનું માર્ગદર્શન મંગાશે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:59 pm IST)