Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

સુપર માર્કેટ-મોલ હોમ ડીલીવરીની ફરીયાદો નીવારવા વ્યવસ્થાઃ વોચ ગોઠવી

શેહરીજનોને જીવનજરૂરીયાત ચીજવસ્તુઓ પહોંચાડવામાં... : નીરીક્ષણ અર્થે સ્ટાફની વ્યવસ્થા ગોઠવતા મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલ

રાજકોટ,તા.૩૦: કોરોનાની વર્તમાન પરિસ્થિતિને નજર સમક્ષ રાખી રાજકોટ શહેરમાં વાઈરસ સંક્રમણ પ્રસરતું અટકાવવાના પ્રયાસોના ભાગ રૂપે રાજકોટ મહાનગરપાલિકા લોકોને શકય હોય ત્યાં સુધી પોતાના ઘરની બહાર ન નીકળવું પડે તે પ્રકારે જીવન જરૂરી ચીજ વસ્તુઓ તેમણે ઘેર બેઠા બેઠા જ કે પછી પોતાના દ્યરની નજીકમાં આવેલી કરીયાણાની દુકાનેથી જ અનાજ, કઠોળ ઇત્યાદિ આવશ્યક વસ્તુઓ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવાયેલી છે. હવે આ વ્યવસ્થા બરોબર કાર્યરત્ત્। રહે અને નાગરિકોને આવશ્યક ચીજ વસ્તુઓ આસાનીથી મળી રહે તે માટે સુપર માર્કેટ ખાતે મહાનગરપાલિકાના કર્મચારીને નિયુકત કરેલ છે, તેમ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. 

આ અંગે મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાના એક એક કર્મચારી આ સુપર માર્કેટ ખાતે હાજર રહેશે અને નાગરિકો તરફથી આવશ્યક ચીજ વસ્તુઓ ઘેર બેઠા મેળવવા માટે આવતા ફોન કોલ સુપર માર્કેટવાળા રિસિવ કરે છે કે કેમ તેનું નીરિક્ષણ કરશે. ઉપરાંત સુપર માર્કેટ ખાતેથી નાગરિકોને ઘેર આવશ્યક ચીજોની હોમ ડિલિવરી કરવામાં આવે છે કે કેમ તેનું પણ ધ્યાન રાખશે.

તેમણે એમ પણ કહ્યું કે, શહેરમાં જીવનજરૂરી ચીજ વસ્તુઓની કોઈ જ કમી નથી. નાગરિકોને ચિંતા કરવાની જરાકારવા પણ જરૂર નથી. લોકો તેમના ઘરમાં આવશ્યક ચીજોનો બિનજરૂરી સંગ્રહ ના કરે. હાલની સ્થિતિમાં લોકો જરા પણ ઉચાટ ના અનુભવે. વહીવટી તંત્ર નાગરિકોની આવશ્યકતાઓ અંગે ચિંતા કરી રહયું છે અને તેઓની મુશ્કેલી દુર કરવા શકય તમામ પ્રયાસો કરે છે. રાજકોટમાં આવશ્યક ચીજોની કોઈ જ કમી નથી એટલે એ વિષયમાં લોકો નિશ્ચિત જ રહે. બસ લોકો માત્ર પોતપોતાના દ્યરમાં જ રહી હાલના આ સમયમાં સરકાર અને તંત્રને સહયોગ પ્રદાન કરે એ વર્તમાન સમયની માંગ છે.

(3:58 pm IST)