Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

'હોમ કોરોન્ટાઇન'ની નોટીસ રેલ્વેના તબીબ ઘોળીને પી ગયા...!

રાજકોટઃ રાજકોટ સ્થિત રેલ્વેની હોસ્પીટલમાં ફરજ બજાવતા એક તબીબના ઘેર તેમની પુત્રી વિદેશથી આવી હોવાની જાણ થતા રાજકોટ મ્યુનિસીપલ તંત્ર દ્વારા તેમને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા અને આ બાબતની નોટીસ તેમના બંગલાના દરવાજે ચીપકાવવામાં આવી હતી. આ નોટીસને તબીબ પરીવારે દરવાજેથી ઉતારી ઘરમાં મુકી દીધાનું નજરે પડે છે. તબીબના આ વલણથી અનેકવિધ ચર્ચા જાગી છે.

(3:56 pm IST)