Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

આ કુદરતની ચેતવણી છે સમજીને ચાલીએ : જગદીશભાઇ કોટડીયા

સૌએ ઘરે જ રહેવા અને ઘરની પ્રવૃત્તિઓમાં પરોવાઇ રહેવા સીદસર ઉમિયાધામના ટ્રસ્ટીની સલાહ

રાજકોટ : હાલની પરિસ્થિતી ધ્યાને લઇ સૌએ નિયમોનું પાલન કરવા અને ઘરમાં જ રહેવા સીદસર ઉમિયાધામના ટ્રસ્ટી અને ફાલ્કન ઔદ્યોગીક એકમના માલિક જગદીશભાઇ રાજાભાઇ કોટડીયાએ અપીલ કરી છે. ઘરની અંદર યોગા બુકસ કે ધાર્મિક બુકસનું વાંચન કરવા તથા જુના કર્ણપ્રિય ગીતો સાંભળવાની સલાહ આપી તેઓએ જણાવ્યુ છે કે એકવીસમી સદીમાં ઘણા પડકારોનો સામનો કરવાનો છે. અત્યાર સુધીમાં ભુકંપ, સ્વાઇન ફલુ, બર્ડ ફલુ, ચીકનગુનીયા જેવી આફતો આપણે અનુભવી ચુકયા છીએ. હજી બાકી હોય તેમ આ કોરોના વાઇરસની મહામારીએ સૌને ચિંતીત કરી દીધા છે. પરંતુ આ બધી ભગવાનની ચેતવણી સમજીને સંયમમાં રહીએ. જીવ દયા દાખવીએ. પરિવારની ભાવના કેળવીએ. અહીં ઉલ્લેખનીય છે કે મુળ ધોરાજીના પીપળીયાના વતની જગદીશભાઇ કોટડીયાના પિતાશ્રી રાજભાઇ કોટડીયા ૧૯૯૬ માં ધારાસભ્ય હતા. તેમનો પરિવાર પહેલેથી જ સામાજીક સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલો છે. તસ્વીરમાં લોકડાઉનની સ્થિતીમાં સ્ટે એટ હોમનો કડક અમલ કરતા ફાલ્કન પંપ, ફાલ્કન કેબલ, ફાલ્કન પાઇપવાળા ઉદ્યોગપતિ જગદીશભાઇ કોટડીયા રસોડામાં રસોઇ કાર્ય સંભાળતા અને બાજુમાં કેમ રસોઇ બનાવવી તેના સલાહ સુચનો આપતા તેમના ભાવનાબેન કોટડીયા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:52 pm IST)