Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

રાજકોટના સરકારી વકીલોએ મુખ્યમંત્રી રાહત ફંડમાં એક માસનો પગાર આપ્યો

રાજકોટ તા. ૩૦: રાજકોટના તમામ સરકારી વકીલોએ એક માસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યો છે.

રાજકોટ જીલ્લા અને શહેરમાં મળી કુલ ૧૯ સરકારી વકીલશ્રીઓ ફરજ બજાવે છે તમામ સરકારી વકીલશ્રીઓએ પોતાને મળતું એક માસનું વેતન રૂ. ૩૦,૦૦૦/- મુખ્ય મંત્રીશ્રી રાહત ફંડમાં આર્થિક યોગદાન આપી નૈતિક ફરજ બજાવેલ છે.

હાલ રાજકોટ શહેર ત્થા જીલ્લો મળી કુલ ૧૯ સરકારી વકીલ છે અને ગુજરાત રાજયમાં કુલ ર૭૩ સરકારી વકીલો છે તમામે પગાર જમા કરાવેલ છે.

(3:52 pm IST)
  • વિશ્વના સૌથી વધુ કોરોના ગ્રસ્ત દેશોની યાદીમાં અમેરિકા ટોચે : આજ દિન સુધીના વિશ્વના 5 સહુથી વધારે કોરોના મહામારીગ્રસ્ત દેશોની સૂચિમાં યુએસએ - 1,45,000થી વધુ કેસ,ઇટાલી - 1,01,000થી વધુ કેસ, સ્પેન: 85,000થી વધુ કેસ, ચાઇના - 81,000થી વધુ કેસ અને જર્મની - 63,000+ કેસ નોંધાયા છે access_time 11:21 pm IST

  • મુખ્યમંત્રી રાહતનીધી ફંડમાં રાજકોટમાંથી ૧ કરોડ ૮ર લાખનું અનુદાન આવ્યું :કોરોના સામે લડત આપવા મુખ્યમંત્રી રાહતનિધી ફંડમાં આજ બપોર સુધીમાં કુલ ૩૬ વ્યકિતઓએ રોકડ અનુદાન અર્પણ કર્યુ છે. જેમાં ખોડલધામ ઉપરાંત જૈન તપોગચ્છ સંઘ-ર લાખ, બોરવેલ એસો. પ લાખ-પટેલ સેવા સમાજ-રII લાખ-પટેલ પ્રગતી મંડળ-રII લાખનો સમાવેશ થાય છે. access_time 3:31 pm IST

  • વિશ્વમાં કોરોના વાયરસના કેસ સવા સાત લાખને આંબવા આવ્યો છે : કુલ કેસ ૭,૨૩,૧૨૪ થયા છે : કુલ મૃત્યુ ૩૪૦૦૦ થવા આવ્યા છે (૩૩,૯૮૬) અને રીકવર ૧,૫૧,૭૯૮ થયા છે : યુએસએમાં કુલ કેસ ૧,૪૨,૬૩૭ અને મૃત્યુ ૨૪૮૫ થયા છે : રીકવર ૪૫૫૯ થયા છે access_time 12:49 pm IST