Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

સોરઠીયા રાજપૂત સમાજ દ્વારા અનન્ય સેવા : જરૂરીયાતમંદ પરિવારજનો માટે ભોજન વ્યવસ્થા

વિજયભાઈ ચૌહાણના નિવાસસ્થાને દરરોજ એક હજાર પરિવારો માટે ભોજન બનાવી સંસ્થાને અર્પણ કરાય છે

રાજકોટ : લોકડાઉનમાં લોકોને ફરજીયાત ઘરે રહેવાની સરકારની અપીલને જનતાએ વધાવી લીધી છે. આ સમયે અનેકવિધ સેવાકીય સંસ્થાઓ - સ્વયંસેવકો દ્વારા અન્નની કીટ - ભોજન કીટ વિતરણ કરવામાં આવી રહી છે. દરમિયાન સોરઠીયા રાજપૂત સમાજના અગ્રણી વિજયભાઈ ચૌહાણ દ્વારા તેમના સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સ્થિત નિવાસસ્થાને દરરોજ એક હજાર લોકો માટે ભોજન બનાવવામાં આવે છે. આ ભોજનની કીટ બનાવી બોલબાલા ટ્રસ્ટને આપવામાં આવે છે. જે જરૂરીયાતમંદો સુધી પહોંચાડવામાં આવે છે. આ સેવાયજ્ઞમાં સર્વશ્રી વિજયભાઈ ચૌહાણ (મો.૯૯૯૮૦ ૧૦૦૦૦), જશુબેન ચૌહાણ, સુનિલભાઈ બાબરીયા, મનીષભાઈ કાથરોટીયા, સોનુભાઈ વિ. જોડાયા છે. જયાં સુધી રાજકોટમાં લોકડાઉન ચાલુ રહેશે ત્યાં સુધી અન્નસેવા ચાલુ રહેશે તેમ જણાવાયુ છે.

(3:49 pm IST)