Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

હિન્દુ-મુસ્લિમો માટે અનવરભાઇ દ્વારા ૩૫૦૦ અનાજ-કરિયાણાની કિટનું વિતરણ

સીવીલ હોસ્પિટલમાં પણ દરરોજની સેવા : કોઇ ફાળો નહીં

રાજકોટ,તા.૩૦ : રાજકોટમાં હિન્દુ-મુસ્લીમ તમામ સમાજના ગરીબો અને જરૂરીયાત મંદ લોકો માટે મેમણ સમાજના સદગૃહસ્થ દ્વારા ૩૫૦૦ અનાજ- કરીયાણાની કીટનું વિતરણ કરેલ છે અનવરભાઇ દારૂવાલા એ જણાવેલ કે, આપણા રાજકોટમાં આ જે મહામારીના લીધે જે લોકડાઉન છે તેના કારણે રોજનંુ લઇને રોજનુ ખાતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે  કેપેસીટી પ્રમાણે ૩૫૦૦ અનાજ કીટનુ વિતરણ કરેલ છે અને હજુપણ  બનતી કોશીશે ગરીબ માણસોને મદદ કરીશ. આ સીવાય રોજ રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ફુડ પેકેટ, બિસ્કીટ, યા, વેફર્સ, પાણી દરરોજ ગરીબ માણસોને આપવામાં આવે છે

આ બધા આયોજનમાં  ફાળો કે દાન લીધેલ નથી. ે અમુક લોકો એવુ કહે છે કે અમે અનવરભાઇ ને અમુક કીટ બનાવવા રૂપીયા આપેલ છે તે તદન ખોટુ છે.

 મારા તમામ હિન્દુ-મુસ્લીમ ભાઇઓ તથા બહેનોને હાથ જોડીને વિનંતી છે કે તમે ઘરમા રહો અને તમારા પરીવારનુ ધ્યાન રાખો. બહાર ના નીકળો અને પોલીસ જે કરે છે તે એના જીવના જોખમે ધ્યાન રાખે છે.  પોલીસ ને સાથ-સહકાર આપો અને ઘરમાં બેસીને પ્રાર્થના અને દુઆ કરો કે આપણા દેશમાં આ મહામારી નાબુદ થઇ જાય અને જન જીવન રાબેતા મુજબ થઇ જાય.  આ તકે ગુજરાતના તમામ પોલીસનું તેની સેવા બદલ આભાર પણ  અનવરભાઇ અ.કાદરભાઇ દારૂવાલા એ યાદીમાં જણાવેલ છે.

(3:45 pm IST)