Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

કોરોના સામેના અટકાયતી પગલા લેવાના ભાગરૂપે મનપાનો નવતર પ્રયોગ : ડિસઇન્ફેકશન મશીન મૂકાયું

રાજકોટ : કોરોના સામેના અટકાયતી પગલા લેવાના ભાગરૂપે મનપા દ્વારા વિવિધ કામગીરી થઇ રહી છે ત્યારે રાજકોટ મ્યુ. કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ડિસઇન્ફેકશન મશીન ચાલુ કરવામાં આવેલ છે. મ્યુ. કોર્પોરેશનના કર્મચારીઓ અને અન્ય લોકો આ મશીનમાં થોડી પળો ઉભા રહી ડિસઇન્ફેકશન થઇ શકે છે. આ મશીનમાં હાઇડ્રોજન પેરોકસાઇડ લિંકવીડનો ઉપયોગ થાય છે. આ મશીન ઓટોમેટીક સેન્સરથી ચાલુ બંધ થાય છે.

(3:44 pm IST)