Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ૧ હજાર પરિવારને ૬ લાખના ખર્ચે રાહત કીટ આપશે

રાજકોટ, તા. ૩૦ :. કોરોનાની મહામારીના કારણે દેશમાં લોકડાઉનની સ્થિતિ છે ત્યારે સેવાકીય સંસ્થાઓ શ્રમજીવી-ગરીબ પરિવારની વ્હારે આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રૂ. ૫.૫૦થી ૬ લાખના ખર્ચે લોકડાઉનની સ્થિતિમાં જરૂરીયાતમંદ ૧૦૦૦ પરિવારોને રાહત કીટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ રાહત કીટમાં ૫ કિલો ઘઉં અથવા ઘઉંનો લોટ, અઢી કિલો ચોખા, ૧ કિલો તુવેર દાળ, ૧ કિલો મગ, ૧ કિલો સીંગતેલ, ૧ કિલો ચા જરૂરીયાતમંદ લોકોને આપવામાં આવશે. આ રાહત કીટ રાજકોટ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા પૂ. અપૂર્વમુની સ્વામીજીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવનાર છે. આ રાહત કીટનું જરૂરીયાતમંદોને વિતરણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવશે

(3:39 pm IST)