Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

જિલ્લા સહકારી બેંક રોજ ૧૦ થી ર ચાલુઃ એક દિ'નો પગાર (ર૦ લાખ) સી.એમ. ફંડમાં

રાજકોટ તા. ૩૦: શ્રી રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક લી.ના જનરલ મેનેજરશ્રી વી. એમ. સખીયા જણાવે છે કે ગુજરાત રાજય સહિત સમગ્ર દેશ અને વિશ્વમાં કોરોના વાયરસના કારણે આવેલ મહામારીનાં સંકટમાંો લડત આપવા આર્થિક સહયોગ આપવા બેંકના કર્મચારીઓ આગળ આવે છે. બેંકના ચેરમેનશ્રી જયેશભાઇ રાદડિયા, વાઇસ ચેરમેનશ્રી મગનભાઇ વડાવીયા, મેનેજીંગ ડિરેકટરશ્રી ઘનશ્યામભાઇ ખાટરીયા, ડિરેકટરશ્રીઓ તથા બેંકના કર્મચારી યુનીયનના હોદેદારોના પ્રયાસોથી શ્રી રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક લી.ના તમામ કર્મચારીઓનો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવા નિર્ણય કરેલ છે અને આવા ફંડની રકમ રૂ. ર૦ લાખનો ચેક બેંકનાં ચેરમેનશ્રી જયેશભાઇ રાદડિયા તરફથી જીલ્લા કલેકટરને સુપ્રત કરવામાં આવશે.

લોકડાઉનની પરિસ્થિતિમાં ખેડૂતોને નાણાંકીય મુશ્કેલી ન પડે તે માટે બેંકની તમામ શાખાઓમાં ૧૦ થી ર ના સમય દરમ્યાન જરૂર પુરતો જ સ્ટાફ રાખી બેકીંગ સેવાઓ પૂરી પાડવામાં આવે છે ખેડૂતોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી તમામ પગલા લેવાની ખાત્રી આપેલ છે.

(3:39 pm IST)