Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

ઢોલરા ચોકડી પાસેના 'ડબલ મર્ડર'ના ગુનામાં ભરવાડ શખ્સની જામીન અરજી નામંજુર

રાજકોટ, તા. ૩૦ : રાજકોટ શહેરના ગોંડલ રોડ પર ઢોલરા ચોકડી પાસે ઘાસના થડા રાખવાના પ્રશ્ને થયેલા મારામારીમાં બેવડી હત્યાના ગુનામાં જેલમાં રહેલ એક ભરવાડ શખ્સ દ્વારા કરવામાં આવેલ જામીન અરજી અદલતે નામંજૂર કરતો હુકમ કર્યો છે.

આ કેસની વિગત જોઇએ તો શહેરના ઢોલારા ચોકડી પાસે આ કામના ફરીયાદી અને આરોપીઓ વચ્ચે ઘાસના વેચાણ બાબતે મનદુખ ચાલતું હતું. તેનો ખાર રાખીને તા. ૮-૪-૧૮ના રોજ જેશીંગભાઇ મેરાભાઇ શિયાળીયા અને વજાભાઇ ભીમાભાઇ અળગોતરની હત્યા કરેલ. જેમાં આરોપીઓએ એક સંપ કરી જેશીંગભાઇને છરીના ઘા મારીને ગરદનના પાછળ ભાગે માથાના ભાગે તથા પેટના ભાગે તથા વેજાભાઇ અલગોતરને તલવાર તથા ધારીયાના ઘા માથાના લમણાનાના ભાગે મારી તેઓનું ખૂન કરવાના ઇરાદે આવા જીવલેણ હથીયારો કુહાડી, છરી, ફરશી તથા લાકડીઓથી હુમલો કરી કરપીણ હત્યા કરવામાં આવેલ.

આ ગુનામાં તાલુકા પો.સ્ટે.માં લક્ષ્મણભાઇ જેશીંગભાઇ શિયાળીયા જે મરનારના પુત્ર થતા હોય ફરીયાદ કરતા ગુનો દાખલ થયેલ અને ઇ.પી.કો.ક. ૩૦ર, ૩૦૭, ૩૪,ર૦૧ તથા ૧૩પ મુજબ ગુનો દાખલ થયેલ અને મેલા વજુભાઇ ઉર્ફે વરજંગ શિયાળીયા, નવધણ શિયાળીયા, વિશાલ ઉર્ફે લાલો મેલાભાઇ શિયાળીયા સામે ગુન્હો દાખલ કરી ઉપરોકત શખ્સોની ધરપકડ કરી જેલ હવાલે કરેલ હતાં.

હાલ જેલમાં રહેલા આ પૈકીના મેલા વજુભાઇ ઉર્ફે વરજાંગભાઇ શિયાળીયાએ રાજકોટ હાલ-ગોંડલ જેલ વાળાએ સેશન્સ અદાલતમાં પોતાના વકીલ મારફત રેગ્યુલર જામીન મેળવવા અરજી કરેલ જેમાં સરકારશ્રી તરફે રજૂઆત થયેલ કે અરજદાર ઉપર ડબલ મર્ડર જેવા ગંભીર ગુનાના આક્ષેપો હોય, બંન પક્ષકારો એક જ વિસ્તારમાં રહે છે અને એક જ જ્ઞાતિના હોય જો અરજદારન જામીન ઉપર છોડવામાં આવશે તો સુલેહશાંતિનો ભંગ અને પુરાવામાં છેડછાડ થવાની શકયતા છે તેવી ભારપૂર્વકની દલીલો કરવામાં આવેલ.

મૂળ ફરીયાદીના વકીલ આર.આર. પરમારે મૂળ ફરીયાદી વતી વાંધાઓ રજૂ કરી જણાવેલ કે અરજદારની નામ જોગ ફરીયાદ છે. મૂળ ફરીયાદએ બનાવ નજરે જોયેલ છે. અરજદારે બે વ્યકિતનું ખૂન કરેલ છે અને જામીન માટેના કારણો ખોટા અને ઉપજાવી કાઢલ હોય જામીન આપી શકાય નહીં.

આથી બંને પક્ષોના વકીલની દલીલો, ઉચ્ચ અદાલતોના ચૂકાદાઓ, મૂળ ફરીયાદીના વાંધાઓ ધ્યાને લઇ અડીશનલ સેશખ્સ જજ શ્રી વી.વી. પરમારએ આરોપીની માનવતાની જામીન અરજી નામંજૂર કરેલ છે.

આ કામે સરકારી તરફે સરકારી વકીલ શ્રી રક્ષિત કલોલા તથા મૂળ ફરીયાદી વતી વકીલ રૂપરાજસિંહ પરમાર, અજિત પરમાર, ભરતભાઇ સોમાણી, મદદનીશ તરીકે શકિતદાન ગઢવી રોકાયેલ હતાં.

(3:38 pm IST)