Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

બાર કાઉ. ઓફ ગુજરાત દ્વારા જરૂરિયાતમંદ વકીલોને સહાયઃ સીનીયર વકીલોને યોગદાન આપવા અપીલ

પૂર્વ ચેરમેન જે.જે. પટેલ વર્તમાન ચેરમેન સી.કે.પટેલ, દિપેન દવેએ સહાય જારી કરી..

અમદાવાદ તા. ૩૦: કોરોના વાયરસની મહામારીને કારણે સમગ્ર ભારતમાં લોકડાઉન છે જેથી રાજ્યની તમામ અદાલતોમાં તા.૧૪ એપ્રીલ સુધી બંધ છે ત્યારે ધારાશાસ્ત્રીઓને લાંબા સમયથી વ્યવસાયથી વંચીત રહેવાના  કારણે તેમની આર્થીક સ્થિતીથી આજીવીકા પર અસર પડી શકે તેમ છે. આથી બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા જરૂરીયાતમંદ એડવોકેટોને આર્થીક સહાયની જાહેરાત  કરવામાં આવી છે. વકીલોની માતૃ સંસ્થા ગણાતી  બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા લોકડાઉનના પગલે લાંબો સમય સુધી એસોસિએશનને રૂ. ૫ લાખ અને તાલુકા બાર એસોસિએશનને રૂ. ૧ લાખ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.  જરૂરિયાતમંદ  ધારાશાસ્ત્રીઓને રૂ. ૫૦૦૦ સુધીની આર્થીક સહાય કરવામાં આવશે. બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા આર્થીક ફંડ ઉભુ કરવાનુ નક્કી કરવામાં આવ્યુ છે. જેમા સીનીયર અને આર્થીક રીતે સક્ષમ  ધારાશાસ્ત્રીઓએ અનુદાન આપવાની અપીલ કરવમામાં આવી છે. બાર કાઉન્સીલ  ઓફ ગુજરાત દ્વારા  કરવામાં આવેલી અપીલને પગલે બીસીજીના પૂર્વ ચેરમેન જે.જે. પટેલે રૂ. ૧ લાખ, વર્તમાન ચેરમેન સી.કે.પટેલ ૭૫૦૦૦, વાઇસ ચેરમેન ૫૦,૦૦૦, એકઝીકયુટીવ કમીટીના ચેરમેન ૨૫૦૦૦ અને પૂર્વ ચેરમેન દીપેન દવેએ ૨૫૦૦૦ આપવાની જાહેરાત કરી છે.  આજરોજ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની મળેલી બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે. તેમ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન સી.કે. પટેલ, વાઇસ ચેરમેન જે.બી. ગોલવાલા, કમીટીના ચેરમેન આર.એન. પટેલ, બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાના  મેમ્બર દિલીપભાઇ પટેલ અને અનીલ કૈલાની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

(3:37 pm IST)