Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

રામકૃષ્ણ મઠ-મિશન દ્વારા રાહત સેવાઓ શરૂ

રાજકોટ-અમદાવાદ-મુંબઇ કેન્દ્રો દ્વારા તાકીદની વ્યવસ્થાઓ ગોઠવાઇ

રાજકોટ તા.૩૦ : નોવેલા કોરોનાવાયરસ (કોવિડ-૧૯) ને કારણે ઉદભદવેલા વૈશ્વિક રોગચાળાને પરિણામે લોકડાઉનના પગલે લોકોની સામાન્ય દૈનિક પ્રવૃતિઓમાં ભારે અવરોધ ઉભો થયો છે. ત્યારે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા વિવિધ ભાગોમાં રાહત સેવાઓ શરૂ કરવામાં આવી છે.

દેશ અને વિદેશની વિભિન્ન શાખાઓ અને કેન્દ્રો દ્વારા આ પરિસ્થિતિમાં પીંડીત, ખાસ કરીને ગરીબ અને જરૂરિયાતમંદોની જીવન જરૂરીયાતને પહોંચી વળવા મુખ્ય મથક અને અન્ય ઘણા કેન્દ્રોએ ડિસ્પ્લે, પોસ્ટરો લગાવી પત્રિકાઓ વિતરણ દ્વારા જાગૃતિ અભિયાન હાથ ધર્યું છે. પુણે અને કોઝિકોડ કેન્દ્રો તેમના કેમ્પસની અંદર વિવિધ રાજયોના કસાયેલા મજુરોને  કામચલાઉ આશ્રય અને ભોજન પુરા પાડે છે. તો છ રાજયોમાં કેસ માસ્ક, હેન્ડ સેનિટાઇઝર અને સાબુ શારદાપીઠ, બારાનગર મિશન, દાર્જિલંગ, રાંચી, મોરાબાદી, લીંબડી, કોઠાર, વિજયવાડા અને ટી.નગરએલએન કેન્દ્રો દ્વારા પહોંચાડવામાં આવી રહ્યા છે

ચોખા, દાળ, મીઠુ, જેવી કાચી ભોજન સમગ્રીઓ તથા બિસ્કીટ વગેરે બાગબજાર (માયેરબાડી), શારદાપીઠ (બેલુર), દાર્જિલંગ, રામહરીપુર દ્વારા વહેંચવામાં આવી રહ્યા છે. જારગ્રામ, ઋષિકેશ અને ચેરાપુંજી (સોહરા), દિલ્હી, કોઇમ્બતુર મઠ અને વૃંદાવન કેન્દ્રો દ્વારા તૈયાર ભોજનનું વિતરણ કરવામાં આવે છે.  આ ઉપરાંત જેમ જરૂરિયાત ઉભી થાય તેમ રાહત પ્રવૃતિઓને આગળ વધારવાના  પગલા લેવામાં આવી રહ્યા છ.ે

આ સંદર્ભમાં ખાસ નોંધનીય છે કે, મોઘાલયના ચેરાપુંજી (સોહરા) ખાતેના કેન્દ્રએ રાજયભરમાં રાહત-સેવાઓ પ્રદાન કરવાની જવાબદારી સંભાળી છ.ે

સંબંધિત રાજય રસકારોની સહયાથી વારાણસી, રાંચી વૃંદાવન, પુનમપેઠ, સેવા પ્રતિષ્ઠાન (કોલકાતા), કનખલ,(હરિદ્વાર) તિરૂરૂવનંતપુરમ અને ટી.નગરમાં આવેલા હોસ્પિટલ કેન્દ્રોમાં આઇસોલેટેડ વિંગ્સ પણ બનાવવામાં આવી રહી છે. ઇંટાનગર (અરૂણાચલ પ્રદેશ) અને કનલ (હરીદ્વાર)ના મઠ/ મિશન ફલુકિલનિકસમાં કોરોના દર્દીઓની તપાસ શરૂ કરાઇ છે.

રાજકોટ આશ્રમના અધ્યક્ષ સવમી નિખિલેશ્રાનંદજીએ જણાવ્યું છ. કે, રાજકોટ, અમદાવાદ, મુંબઇ કેન્દ્રો જલ્દીથી રાહત કાર્ય શરૂ કરવા જઇ રહ્યા છ.ે જો કોઇ વ્યકિત આ કાર્યમાં આર્થિક સહયોગ આપવા ઇચ્છતા હોય તો રાજકોટ રામકૃષ્ણ આશ્રમની વેબસાઇટ rkmrajakot.org પર 'કોરોના વાયરસ રિલિફ ફંડમાં પોતાનો ફાળો આપી શકેછે વધુ વિગતો માટે આશ્રમના વ્હોટ્સએપ નંબર ૯૩ર૮૮ પ૯૭૧૯ પર સંપર્ક કરવા જણાવાયું છ.ે'

(3:36 pm IST)