Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

કુવાડવા રોડ ઉપર નેશડાનો ટ્રક ચાલક ધર્મેશ સોલંકી પ૩ હજારના ગાંજા સાથે પકડાયો

ટ્રકમાં સંતરાનો જથ્થો ભરી આવ્યો'તો ને સાથે ગાંજાનો જથ્થો પણ લઇ આવતા પોલીસના વાહન ચેકીંગમાં ઝડપાઇ ગયોઃ ગાંજાનો જથ્થો આપનાર સાદુની શોધખોળ

રાજકોટ તા. ૩૦: શહેરમાં લોકડાઉન અંતર્ગત વાહન ચેકીંગ દરમ્યાન બી ડીવીઝન પોલીસે કુવાડવા રોડ પર મેંગો માર્કેટની અંદર આવેલ રોયલ ફ્રુટ નામના શેડ પાસેથી સંતરા ભરીને આવેલા ટ્રકના ચાલકને રૂ. પ૩,૭૦૬ની કિંમતના ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરમાં લોકડાઉન અંતર્ગત પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તમામ પોલીસ મથકના અધીકારીઓ સહિતના સ્ટાફને વિસ્તારમાં પેટ્રોલીંગ અને વાહન ચેકીંગ કરવા માટે સુચના આપતા ગઇકાલે બી ડીવીઝન પોલીસ મથકના પીઆઇ વી. જે. ફર્નાન્ડીસ, પીએસઆઇ એમ. એફ. ડામોર તથા ચંદ્રસિંહ જાડેજા, વિજયગીરી, વિરમભાઇ તથા મહેશભાઇ સહિત કુવાડવા રોડ પર મેંગો માર્કેટ પાસે વાહન ચેકીંગમાં હોય ત્યારે અમદાવાદ તરફથી આવતા સંતરા ભરેલા જી.જે. ૧૦ ટીએકસ-૮૮૦૮ નંબરના ટ્રકને રોકી ટ્રકની તલાશી લેતા ટ્રક ચાલકના હાથમાં રહેલ બાચકુ ખોલીને જોતા તેમાંથી સેલોટેપ લગાવેલા ચાર પાર્સલ નીકળ્યા હતા. પોલીસે ચારેય પાર્સલ ખોલીને ચેક કરતા તેમાંથી ૮,૯પ૧ કિલોગ્રામ કિંમત રૂ. પ૩૭૦૬નો ગાંજાનો જથ્થો મળી આવતા ટ્રકના ચાલક ધર્મેશ કારૂભાઇ સોલંકી (ઉ.વ. ર૯) (આહીર) (રહે. નેશડા તા. જોડીયા-જામનગર) ની ધરપકડ કરી હતી. પોલીસે તેની પૂછપરછ કરતા તે ઓડીસાથી ટ્રકમાં સંતરા ભરીને આવ્યો હતો. અને ઓડીસામાં રહેતો મિત્ર સાદુ એ આ જથ્થો આપ્યો હોવાની કબુલાત આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(3:36 pm IST)