Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

પેડક રોડ પર દિવાની જાર અડી જતા દાઝી ગયેલા કાંતાબેન કાછીયાનું મોત

રાજકોટ,તા.૩૦: શહેરના પેડક રોડ માસુમ સ્કુલની પાછળ રહેતા વૃધ્ધા દાઝી જતા તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે.

મળતી વિગત મુજબ પેડક રોડ પર માસુમ સ્કુલની પાછળ રહેતા કાંતાબેન લક્ષ્મણભાઇ કાછીયા (ઉવ.૭૫) ગત તા. ૨૦ના રોજ પોતાના ઘરે હતા. ત્યારે દિવાની જાર અકસ્માતે સાડીના છેડાને અડીજતા દાઝી જતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન ગઇ કાલે મોત નિપજ્યું હતું આ અંગે બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ જનકસિંહ ગોહીલે કાર્યવાહી કરી હતી.

ભીમનગરમાં બે ભાન થઇ જતા વૃધ્ધનું મોત

નાના મવા પાસે ભીમનગર શેરી નં.૫માં રહેતા શામજીભાઇ ધનાભાઇ ચૌહાણ (ઉવ.૭૦) ગઇ કાલે પોતાના ઘરે હતા. ત્યારે એકાએક બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે તાલુકા પોલીસ મથકના એએસઆઇ તૃષાબેન બુહાએ કાર્યવાહી કરી હતી.

(3:35 pm IST)