Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

જે લોકો પાસ લઇ ગયા તે તમામ ઉત્પાદકો- દુકાનદારોને ત્યાં ચેકીંગ કરવા કલેકટરના આદેશોઃ ટીમો ઉતારી દેવાઇ...

દવા-જીવન જરૂરિયાતની ચીજવસ્તુના ઉત્પાદકોએ મીલો શરૂ નહિ કરી હોય તો સ્થળ ઉપર જ જજમેન્ટ...: દુકાનદારો પણ શાનમાં સમજી જાય : ફરવા માટે પાસ નથી આપ્યાઃ રેમ્યા મોહન ઉકળી ઉઠયા...

રાજકોટ તા. ૩૦ : રાજકોટ જીલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહને આજે ''અકિલા'' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અંદાજે ૩ હજારથી વધુ લોકો પાસ લઇ ગયા છે, આજથી પાસ ઉપર અંકુશ મુકી દેવાશે, જરૂર પડયે-ઇમરજન્સી હોય તો જ પાસ અપાશે, બાકી તમામ પ્રાંતને પાસ માટે રૂકજાવની સુચના અપાઇ છે.

દરમિયાન કલેકટરે ઉમેર્યું હતું કે દવા-માસ્ક-સેનીટાઇઝર-ચોખા -દાળ - બીજી અનાજ-કઠોળની મીલોના ઉત્પાદકો-આવશ્યક ચીજ વસ્તુના પરીવહન માટે-દુકાનદારોએ રાજકોટ શહેર-જીલ્લામાં જે પાસ લઇ ગયા છે તો તમામ ઉત્પાદકો-દુકાનદારોને ત્યાં ચેકીંગ કરવાની સુચના આપી દેવાઇ છે, આ માટે ટીમો ઉતારાઇ છે, અને ફેન્ડમલી ચેક કરવા, કયારે દુકાન કે મીલ ખોલી, કેટલુ ઉત્પાદન-વેચાણ - ખરીદી, કેટલા માણસો આવ્યા તે તમામ વિગતો લેવાશે, જો કોઇ ગેરરિતી જણાશે તો તે પાસ ધારક સામે સ્થળ ઉપર જ ઓન ધ સ્પોટ જજમેન્ટ લાવશે, કલેકટરે જણાવેલ કે ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટમાં ઘણી બધી કાર્યવાહીના નિર્દેશ છે, દુકાનદારો પણ શાનમાં સમજી જાય, લોકો સુધી માલ પહોંચે, માલ મળે તે માટે પાસ આપ્યા છે, ફરવા માટે નથી આપ્યા...ગઇકાલે દાણાપીઠમાં જે રીતે દુકાનો ખુલ્લી નહોતી તે જાણી કલેકટર ઉકળી ઉઠયા હતા, આકસ્મીક ચેકીંગમાં કલેકટરે તમામ પાસેથી સાંજ સુધીમાં રીપોર્ટ પણ મંગાવ્યો છે.

(11:42 am IST)