Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

હવે રાજકોટ જીલ્લામાં ર૪ કલાક પેટ્રોલીંગ પ૦૦ થી વધુ મજુરોને પોરબંદર - જામનગર - દ્વારકા પરત મોકલી દેવાયા

ઉદ્યોગકાર વ્યવસ્થા નહિ કરે તેની સામે કાયદાકીય કાર્યવાહી : જીલ્લામાં જડબેસલાક સરહદ સીલ....: દાણાપીઠના વેપારીઓએ ર૦૦ પાસ કઢાવ્યા પરંતુ ગઇકાલે દુકાનો નહિ ખોલતા કલેકટરે બરોબરનો ઉધડો લીધો...: સંખ્યાબંધ રીટેલરોને દાણાપીઠના ધક્કા થયાઃ આજે ચેકીંગઃ કોર્પોરેશને બોર્ડ માર્યા છે તે પણ નથી ખોલતાઃ લોકોમાં દેકારો બોલી ગયો...

રાજકોટ તા. ૩૦ : રાજકોટ જીલ્લા બહાર જઇ રહેલા સેંકડો મજુરોને સંર્દભે ગઇકાલે સાંજે કલેકટર તાકિદની મીટીંગ બોલાવી ધડાધડા નિણર્યો લીધા છે.

આજથી હવે રાજકોટ શહેર-જીલ્લાની તમામ સરહદો ઉપર જડબેસલાક સીલ કરી-રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ શરૂ કરી દેવાયું છે, કલેકટરે પોલીસ-પ્રાંત-મામલતદારોને આ બાબતે વિશેષ સત્તા આપી દીધી છે.

જેમના મજુરો બહાર જતા હોય તે કારખાનેદારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા પણ સુચના અપાઇ છે.

ગઇકાલે પ૦૦ થી પપ૦ જેટલા દ્વારકા, પોરબંદર-જામનગર-જેતપુર, ધોરાજીથી  નીકળી રાજકોટ આવ્યા તે તમામને સમજીવી જયાંથી આવ્યા ત્યાં પરત વાહનો મારફત મોકલી દેવાયા હતા.  અમુક લોકો તો બામણબોર પહોંચી ગયા હતા ત્યાંથી પરત મોકલવાયા....

બીજી બાજુ દાણાપીઠના વેપારીઓને ર૦૦ જેટલા પાસ અપાયા તે તમામ જથ્થાબંધ -અમુક રીટેલરોએ ગઇકાલે રવીવારે દુકાનો નહિ ખોલતા અને તેની ફરીયાદો કલેકટર સુધી પહોંચતા એસો.ના હોદ્દેદારોને બોલાવી કલેકટરે તમામનો ઉધડો લીધો હતો, ગઇકાલે રાજકોટના સંખ્યાબંધ રીટેલરોને દાણાપીઠના ધકકા થયા....આજે સવારથી ચેકીંગ હાથ ધરાયું છે, જેમણે પાસ લીધા છે, માલ છે તેઓએ દુકાનો નહિ ખોલી હોય તો સીધા પગલા સ્થળ ઉપર જ લેવાશે.

બીજી બાજુ કોર્પોરેશને જે પ્રોવીઝન સ્ટોર્સ-કરીયાણાની દુકાનો ઉપર બોર્ડ માર્યા છે. તે લોકોએ પણ ગઇકાલે દુકાનો બંધ રાખી હતી, આ અંગે મ્યુ.કમીશ્નરને ફરીયાદ થઇ હતી, આજે આ તમામ દુકાનો ઉપર પણ ચેકીંગ હાથ ધરાશે.

(11:41 am IST)